Not Set/ મોરબી/ ‘ક્રુઝર’ લઈને ફરતી મહિલા ચોર ટોળકી પોલીસના હવાલે, ગુજરાતના ઘણાં જીલ્લામાં ગુનામાં સંડોવણી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન્કમાંથી રૂપિયા ઉપાડીને બહાર નીકળેલા દંપતિના પર્સને કાપીને કોઈ રૂ. 2 લાખની ચોરી કરી ગયું હતું. બનાવની તપાસ બાદ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર મહિલા ગેંગની ત્રણ સભ્યોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું […]

Gujarat Others
મોરબી મોરબી/ ‘ક્રુઝર’ લઈને ફરતી મહિલા ચોર ટોળકી પોલીસના હવાલે, ગુજરાતના ઘણાં જીલ્લામાં ગુનામાં સંડોવણી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન્કમાંથી રૂપિયા ઉપાડીને બહાર નીકળેલા દંપતિના પર્સને કાપીને કોઈ રૂ. 2 લાખની ચોરી કરી ગયું હતું. બનાવની તપાસ બાદ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર મહિલા ગેંગની ત્રણ સભ્યોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબી સિટી બી ડિવિઝન વિસ્તારમાં આવેલી દેના બેન્કમાંથી એક દંપતિ રૂપિયા ઉપાડીને તેને પર્સમાં નાખીને જતું હતું. આ રૂપિયા પર્સ કાપીને કોઈ ચોરી જતા તેને રૂ. 2 લાખની ચોરી થયાની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હતી. જેમાં ત્રણ ચોક્કસ મહિલા આ દંપતિની રેકી કરતા જોવા મળી હતી. અને બેંકની બહાર તેમનો પીછો કરીને રિક્ષામાં તેમની સાથે બેઠેલી જોવા મળી હતી. માટે પોલીસે તુરંત જ આ ત્રણ મહિલાઓની શોધખોળ આદરી હતી.

આ ત્રણેય મહિલાઓ ક્રુઝર મારફતે મોરબીથી રાજકોટ જવા નીકળી હોવાની ચોક્કસ જાણના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસના જવાનોની મદદથી તેમને પકડી પાડી હતી. મોરબી પોલીસે કામિબેન ઉર્ફે રાજકુમારી ભગવાનસિંગ રામદયાલ શાસી, બિંદોબેન પરબતભાઇ હીરાભાઈ શાસી અને ગુંજાબેન મનદીપભાઈ ઉર્ફે મનુ મનોજભાઈ શાસીની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી હતી કે, તેઓએ પર્સને કાપીને રૂ. 2 લાખની ચોરી કરી હતી.

આ દરમિયાન પોલીસે ચોરાયેલ રૂ. 2 લાખની રકમ રિકવર પણ કરી હતી.ઇ ગુજકોપ પોકેટકેપના આધારે પકડાયેલ ત્રણેય મહિલા ઉપર રાજપીપળા, વડોદરા, પાદરા અને ઝાલોદમાં ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.આ ત્રણેય મહીલાઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પચોર તાલુકાના કડીયા શાસી ગામની છે. બેંકોમાંથી પૈસા ઉપાડીને નીકળેલા વ્યક્તિઓના થેલા, પર્સ કે ખિસ્સા કાપીને ચોરી કરવામાં આ ગામના લોકોની મોડેસ ઓપરેન્ડી છે.

તેમજ લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને જઈને સોનાચાંદીના ઘરેણાં ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશને જઈને મુસાફરોની નજર ચૂકવી રોકડની ચોરી કરવી પણ આ મહિલાઓની મોડેસ ઓપરેન્ડી છે. આ ગેંગ શાસી( કડીયા) તરીકે ઓળખાય છે.હાલ તો મોરબી પોલીસે આ ગેંગની રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ આદરવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં તમામ જિલ્લાઓને આ ગેંગના ફોટા મોકલીને તેમની મોડેસ ઓપરેન્ડીથી વાકેફ કરવામાં આવશે. મોરબી કે સૌરાષ્ટ્રમા આ ગેંગે કોઈ ગુના આચર્યા છે કે કેમ તેમ અંગેની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.