Surendranagar News: લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી માનવ ગરિમા યોજના કીટનું વિતરણ કરવામાં આવ્યું ન હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. આટલું જ નહીં, તેના કારણે મંજૂર કિટ મોડલ શાળાના રૂમમાં ધૂળ ખાઈ રહી છે. તો તંત્રના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે આ કિટનું વિતરણ થતું ન હોવાનું સામે આવી રહ્યું છે. આથી આ કીટનું તાત્કાલીક વિતરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2020-21, 2021-22 અને 2022-23ની કીટ હજુ લાભાર્થીઓને વિતરણ કરવાની બાકી છે. એટલું જ નહીં વિતરણ કરવાનું બાકી છે પરંતુ આ કિટ બંધ રૂમમાં ધૂળ ખાઈકરી રહી છે. લાંબો સમય બંધ રૂમમાં રાખવાના કારણે કેટલીક કીટના સાધનોને કાટ લાગી જવાની સંભાવના છે. તેથી, જો તેને કાટ લાગી જાય, તો આવી કીટ લાભાર્થી દ્વારા ઉપયોગમાં લઈ શકાશે નહીં. નોંધનીય બાબત એ છે કે કિટમાં ધૂળ ભેગી થઈ રહી છે જેનો અર્થ છે કે કિટ સમયસર પહોંચી ગઈ છે
અધિકારીઓ તેના વિતરણમાં સમય લગાડી રહ્યા છે. આમ, અધિકારીઓના વાંકે લાભાર્થીઓને ભોગવવું પડી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. મોડેલ શાળાના ઓરડામાં કિટો મૂકી હોવાથી પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં પણ મુશ્કેલી.માનવ ગરીમા યોજનાની કિટો લખતરની મોડેલ શાળાનાં રૂમમાં મૂકવામાં આવી છે. પરંતુ આ કિટોનું વિતરણ ન થતું હોવાથી શાળાનો આ એક રૂમ તેમાં જ રોકાયેલો છે. જેને કારણે શાળાને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને બેસાડવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા
આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે
આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ
આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ