Not Set/ ઉમેદવારોનું લીસ્ટ જાહેર થતાં ભાજપમાં થયો ભડકો, વાંચો કોણે-કોણે ધર્યાં રાજીનામાં

અમદાવાદ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી થતા ડાંગ જિલ્લામાં ભડકો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રી દશરથ પવારે પોતાનું રાજીનામું ધર્યું છે. ધારાસભ્યની ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામુ. ડાંગના ભાજપના જાણીતા નેતા વિજય પટેલે પણ ટિકિટ ફળવાતા આપ્યું રાજીનામું. અન્ય હોદ્દાઓ પરથી પણ ટૂંક સમયમાં આપશે રાજીનામું. વડોદરા ઃ વડોદરાના ભાજપના મંત્રી દિનેશ પટેલને ટિકિટ […]

Gujarat
NBT image 1 ઉમેદવારોનું લીસ્ટ જાહેર થતાં ભાજપમાં થયો ભડકો, વાંચો કોણે-કોણે ધર્યાં રાજીનામાં

અમદાવાદ

ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી થતા ડાંગ જિલ્લામાં ભડકો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રી દશરથ પવારે પોતાનું રાજીનામું ધર્યું છે. ધારાસભ્યની ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામુ.

ડાંગના ભાજપના જાણીતા નેતા વિજય પટેલે પણ ટિકિટ ફળવાતા આપ્યું રાજીનામું. અન્ય હોદ્દાઓ પરથી પણ ટૂંક સમયમાં આપશે રાજીનામું.

વડોદરા ઃ

વડોદરાના ભાજપના મંત્રી દિનેશ પટેલને ટિકિટ આપાતા ભાજપમાં ભડકો. પાદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો સભ્યોએ રાજીનામાં આપ્યાં.

ભાજપના વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા કમલેશ પરમારે આપ્યું રાજીનામું

જિલ્લા ભાજપ મંત્રી ચૈતન્યસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું

પાદરા તાલુકા મહામંત્રી પિનાકીન પટેલે આપ્યું રાજીનામું

ભાવનગરના મહુવાના ભારતીય જનતા પાર્ટીના સીનીયર નેતા બિપીન કુમાર સંઘવીએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું

બિપીન સંઘવી ભાજપની સ્થાપના થઈ ત્યારથી પક્ષમાં સક્રિય ભૂમિકા ભજવતા હતાં.