સફળતા/ હીરાચોરીઃ વહેલી સવારે લૂંટ અને સાંજ સુધીમાં ધરપકડ

સુરતના સરથાણામાં હીરાની થયેલ સનસની લૂંટના મામલે વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના સમયમાં લૂંટ થયેલ તમામ મુદ્દા માલ સહિત પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Beginners guide to 1 હીરાચોરીઃ વહેલી સવારે લૂંટ અને સાંજ સુધીમાં ધરપકડ

@Mayur Joshi

સુરતઃ સુરતના સરથાણામાં હીરાની થયેલ સનસની લૂંટના મામલે Diamond loot વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના સમયમાં લૂંટ થયેલ તમામ મુદ્દા માલ સહિત પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે આ તમામ પાંચ આરોપી મહારાષ્ટ્રના રહેવાસી છે અને તમામ આરોપી રીઢા ગુનેગાર છે.

સુરતના સરથાણામાં વહેલી સવારે લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી આંગડિયા પેઢીમાં આવેલ કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી કેટલાક ઈસમો ફરાર થઈ ગયા હતા ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા સુરત પોલીસે આ મામલે દક્ષિણ ગુજરાતની Diamond loot  તમામ ચેકપોસ્ટ અને પોલીસને એલર્ટ કરી હતી. જોકે વલસાડ પોલીસે આ મામલે મહારાષ્ટ્ર તરફ જતા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વલસાડ એલસીબી અને વાપી જીઆઇડીસી પોલીસે બગવાડા ટોલનાકા પર લૂંટમાં વપરાયેલ કારને રોકીને તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે..

આરોપીઓ પર ભૂતકાળમાં મર્ડર જેવા ગંભીર ગુનાઓ Diamond loot  લાગી ચૂક્યા છે ત્યારે ઝડપાયેલા તમામ આરોપીઓને વલસાડ પોલીસ વડાની કચેરીમાં લાવ્યા હતા અને ત્યાં સઘન પૂછપર જ હાથ ધરવામાં આવી હતી જે કારમાં આ લૂંટ થઈ હતી તે કાર પણ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે લૂંટ થયેલ તમામ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે 11 થેલીમાં કરોડો રૂપિયાના હીરા હતા જે, અમરેલી થી સુરત લાવવામાં આવ્યા હતા.આતીર ગેંગ છેલ્લા ઘણા સમયથી રેકી કરવામાં આવી હતી અને તક મળતા જ લૂંટ કરી હતી. જોકે વલસાડ જિલ્લા પોલીસની સફળ કામગીરીને પગલે લૂંટનો આ મામલો ગણતરીના સમયમાં ઉકેલી નાખવામાં આવ્યો છે ઘટનાને પગલે સુરત પોલીસ તાત્કાલિક વલસાડ પહોંચી હતી તમામ આરોપીઓને સુરત ખસેડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ SALANGPUR TEMPLE CONTROVERSY/સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય

આ પણ વાંચોઃ Big decision by Saints/લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠકમાં સંતો અને ઋષિઓ દ્વારા મોટો નિર્ણય, સ્વામિનારાયણના સંતો સાથે ક્યારેય નહી બેસીએ

આ પણ વાંચોઃ Ahmedabad Swaminarayan temple/સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીનું અપમાન, સનાતની સંતોનો રોષ ચાલુ

આ પણ વાંચોઃ Apple યુઝર્સ સાવધાન/એરટેગથી મહિલાનો પીછો કરનાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ

આ પણ વાંચોઃ Surat/26 વર્ષ પહેલા કર્યો હતો હત્યાનો પ્રયાસ, વતનમાં પરત ફરતા જ પોલીસે કરી ધરપકડ