ફુલ સ્પીડમાં ચાલી રહેલી ટ્રેનની બારીમાંથી એક ‘ચોર’નો લટકતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બારીમાંથી લટકતો ચોર મદદ અવાજ લગાવી રહ્યો છે અને બૂમો પાડી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બિહારના બેગુસરાય વિસ્તારની છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની બારીમાંથી લટકીને ચોર ચોરીને અંજામ આપવા માટે બહારથી સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનમાં ઘૂસ્યો હતો. આ દરમિયાન ટ્રેનની અંદર હાજર કોઈએ તેને જોયો અને તેને પકડી લીધો. આ દરમિયાન ટ્રેન આગળ વધવા લાગી અને ચોર લટકતો રહી ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ચોર માફી માંગતો જોઈ શકાય છે.
Watch | Bihar: Passenger caught the thief who tried to escape through hanging onto the window of a speeding train in Sonpur Barauni Railway Station. pic.twitter.com/ew4IFtIcj2
— Pranjal (@Pranjaltweets_) September 3, 2023
ચોર કેટલાય કિલોમીટર સુધી ટ્રેનની બહાર લટકતો રહ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોર કેટલાય કિલોમીટર દૂર ટ્રેનની બારીમાંથી લટકતો હતો. ચોરે પોતે જ ચાલતી ટ્રેનની ગ્રીલ પકડી રાખી હતી, જ્યારે અંદરના લોકોએ પણ તેનો હાથ પકડી રાખ્યો હતો જેથી તે નીચે ન પડી જાય. એવું કહેવાય છે કે યાત્રીઓએ ચોરને બચવાડા જંકશન સુધી પકડી રાખ્યો હતો. ટ્રેન રોકાયા બાદ મુસાફરોએ ચોરને રેલવે પ્રોટેક્શન ફોર્સના હવાલે કરી દીધો હતો.
આ પણ વાંચો: ચેતવણી/ બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ
આ પણ વાંચો: Karnataka Teacher/ શિક્ષણ જગતને લાંછન લગાવતી વધુ એક ઘટના: શિક્ષિકાએ કહ્યું-“આ હિંદુઓનો દેશ છે, તમે પાકિસ્તાન જાઓ”
આ પણ વાંચો: SALANGPUR TEMPLE CONTROVERSY/ સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય
