ભીત ચિત્રોના વિવાદ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે સાધુ સંતોની બોટાદમાં નિકડેલી રેલી બાદ હવે લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીનુ નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે ભીતચિંત્ર હટાવવા અમે તમને 2 દિવસનો સમય આપ્યો છે આ સિવાય એવું પણ કહ્યુંકે કોઠારી સ્વામીજીએ અમને જવાબદારી આપી છે.
હવે વિચારવાનું એ રહ્યું કે શું બે દિવસમાં ભીતચિંત્ર હટશે ? સાળંગપુરમાં ચાલેલી બેઠકમાં સાધુઓ સંતોની ભીંતચિત્રો હટાવવા માટેની માંગ કરવામાં આવી હતી. લોકોમાં ફેલાતા વધુ પડતાં રોશને કારણે સમગ્ર રાજ્યની સાંતી હાલ ડોળાઈ રહી છે ત્યારે એની વચ્ચે આ મામલે અમદાવાદમાં રવિવારે સંતોની મહા બેઠક મળી રહી છે. જે અંગે નારાયણ આશ્રમમાં બેઠક ચાલી રહી છે.
જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે.જેમણે સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર પણ કર્યો છે સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી છે. ત્યારે જાણવાનું એ રહ્યું કે સાધુ સંતો હવે હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં.
સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય માંગ્યો છે. તમને જણાવી દઈએ આ સમગ્ર વિવાદ છેલ્લા થોડા સમયથી ગરમાવો પકડી રહ્યું છે પરંતુ જ્યારે લોકો તેમજ સાધુ સંતોએ તેનો વિરોધ કર્યો ત્યારે મંદિરના દ્વાર બંદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે લખનઉમાં મળેલી કાર્યકrર્ણીની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ‘સમિતિના દરેક હોદા પરથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી’ કરવામાં આવી છે જી હા ભગવાન રામ,કૃષ્ણ,હનુમાનજીના અપમાન બદલ તેમણેની હકાલપટ્ટી કરવામાં આવી છે અને આ મહત્વનો નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિએ લીધો છે.