Not Set/ ICC World Cup : ભારતએ બાંગ્લાદેશને 360 રનનો લક્ષ્ય આપ્યો, રાહુલ-ધોનીએ ફટકારી સદી

ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને બીજા વોર્મઅપ મેચમાં 360 રનનો મહાલક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે ટૉસ જીતી બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 359 રન ફટકારતા બાંગ્લાદેશને જીત માટે 360નું લક્ષ્ય આપ્યું છે. ભારતની સલામી જોડી પહેલી વિકેટની ભગીદારીમાં ફક્ત 5 રન જ જોડી શકી હતી.  મુસ્તફિઝુર રહેમાન દ્વારા એક […]

Top Stories Sports
478501596 india vs bangladesh ICC World Cup : ભારતએ બાંગ્લાદેશને 360 રનનો લક્ષ્ય આપ્યો, રાહુલ-ધોનીએ ફટકારી સદી

ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને બીજા વોર્મઅપ મેચમાં 360 રનનો મહાલક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે ટૉસ જીતી બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 359 રન ફટકારતા બાંગ્લાદેશને જીત માટે 360નું લક્ષ્ય આપ્યું છે.

Dhoni 1 ICC World Cup : ભારતએ બાંગ્લાદેશને 360 રનનો લક્ષ્ય આપ્યો, રાહુલ-ધોનીએ ફટકારી સદી
M S Dhoni

ભારતની સલામી જોડી પહેલી વિકેટની ભગીદારીમાં ફક્ત 5 રન જ જોડી શકી હતી.  મુસ્તફિઝુર રહેમાન દ્વારા એક રનના સ્કોર પર શિખર ધવને લેગ બીફોર વીકેટ આઉટ કરવામાં આવતા સોંપો પડી ગયો હતો.  વન ડાઉન આવેલા વિરાટ કોહલીરોહિત શર્મા સાથે બીજા વિકેટની ભાગીદારીમાં 45 રન ઉમેર્યા અને 50 રનનાં ટીમનો સ્કોર પર રોહિતને રુબેલ હુસૈન બોલ્ડ કર્યો હતો. રોહિતે 19 રન બનાવ્યા. રોહિત આઉટ થયા બાદ વિરાટ પણ લાંબા સમય સુધી ક્રિસ ઉપર ઊભા રહેવામાં અસફળ રહો અને વિરાટ અને લોકેશ રાહુલને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 33 રન ઉમેર્યા. વિરાટનાં અડધી સદીમાં  માત્ર ત્રણ રન બાકી હતા ત્યારે જ મોહમ્મદ સૈફુદ્દીને બોલ્ડ કરી વિરાટને પેવેલ્યન ભેગો કર્યો હતો. વિરાટે 46 બોલમાં 47 બનાવ્યા.બાદમાં વિજય શંકર ક્રિસ પર આવ્યા પરંતુ બે રન ફટકાર્યા પછા પેવેલિયન ફરવાનો વારો આવ્યો હતો.

392771 lokesh rahul test ton 700 ICC World Cup : ભારતએ બાંગ્લાદેશને 360 રનનો લક્ષ્ય આપ્યો, રાહુલ-ધોનીએ ફટકારી સદી

વિજય શંકર બાદ ક્રિસ પર આવેલા મી. કુલ ધોનીએ 2 વર્ષ પછી સદી ફટકારી પોતાનાં ચાહકોને ખુશ કરી દીધા. અને પોતાના આલોચકોની બોલતી બંધ કરી દીધી.ધોનીએ 78 બોલમાં 113 રન બનાવ્યા. 8 ચોક્કા અને 7 છગ્ગા સાથે ધોનીએ 113 રન બનાવ્યા. ધોનીએ બે વર્ષ પછી સદી ફટકારી હતી. આપને યાદ આપાવી દઇએ કે અગાઉ 19 જાન્યુઆરી 2017  રોજ ધોનીએ કટકમાં ઈંગ્લેન્ડ સામે 134 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે 12 ચોક્કા અને 4 છગ્ગાનાં સથવારે 99 બોલમાં 108 રન બનાવ્યા. રાહુલએ 45 બોલમાં અડધી અને 94 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી