Not Set/ યુપીમાં બસપાનાં નેતા અને તેના ભત્રીજાની ઓફિસનાં ઘૂસી ગોળી મારી હત્યા કરાઇ

ઉત્તરપ્રદેશનાં બિજનોર જિલ્લામાં ધોળા દિવસે બે અજાણ્યા શૂટરોએ બહુજન સમાજ પાર્ટીના નેતા હાજી એહસાન અને તેના ભત્રીજા શાદાબની તેની જ ઓફિસમાં ઘૂસી ગોળીઓ મારી હત્યા કરી નાખી છે. હત્યારાઓ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ભાગવામાં સફળ રહ્યા હતા. બસપાનાં નેતાની રાજકીય હત્યાથી સવર્ત્ર આંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.    નાજીબાબાદમાં થયેલા ડબલ મર્ડરની ઘટનાની જાણ પોલીસને કરવામા આવતા […]

Top Stories India
bijno યુપીમાં બસપાનાં નેતા અને તેના ભત્રીજાની ઓફિસનાં ઘૂસી ગોળી મારી હત્યા કરાઇ

ઉત્તરપ્રદેશનાં બિજનોર જિલ્લામાં ધોળા દિવસે બે અજાણ્યા શૂટરોએ બહુજન સમાજ પાર્ટીના નેતા હાજી એહસાન અને તેના ભત્રીજા શાદાબની તેની જ ઓફિસમાં ઘૂસી ગોળીઓ મારી હત્યા કરી નાખી છે. હત્યારાઓ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ભાગવામાં સફળ રહ્યા હતા. બસપાનાં નેતાની રાજકીય હત્યાથી સવર્ત્ર આંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.   

નાજીબાબાદમાં થયેલા ડબલ મર્ડરની ઘટનાની જાણ પોલીસને કરવામા આવતા પોલીસ દ્રારા તતકાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બનાવના સમયે, હાજી અહેસાન તેમનાં કાર્યાલયમાં ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા. બે અજાણી વ્યક્તિ બરોબર આજ સમયે મીઠાઈનાં બોક્સ સાથે ઓફિસમાં દાખલ થઇ હતી અને  આંધાધૂંધ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી હતી. શૂટરો ગોળીઓ વરસાવી ભાગવામાં સફળ રહ્યા હતા. ગોળીબારમાં ઇજાગ્રસ્ત હાજી એહસાન અને તેના ભત્રીજા શાદાબને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

નાજીબાબાદ શહેર, બસપાનાં નેતાની ડબલ મર્ડરની ઘટનાથી હચમચી ગયું છે અને ઘટના પછી ભારેેલ અગ્ની જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ અધિકારીઓ દ્રારા મર્ડરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હાલ હત્યાના હેતુ વિશે કોઇ સ્પષ્ટતા સામે આવી નથી.