BIS Raid/ રમકડાના વેપારીઓ પર BISના દરોડા, જપ્ત કર્યા લાયસન્સ વગરના ઉત્પાદનો અને રમકડાં

રમકડાના વેપારીઓ પર BISએ દરોડા પાડી લાયસન્સ વગરના ઉત્પાદનો અને રમકડાં જપ્ત કર્યા. BIS (ભારતીય માનક બ્યુરો) એ ગ્રાહકોના હિતમાં કામ કરતી ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 28T165734.786 રમકડાના વેપારીઓ પર BISના દરોડા, જપ્ત કર્યા લાયસન્સ વગરના ઉત્પાદનો અને રમકડાં

રમકડાના વેપારીઓ પર BISએ દરોડા પાડી લાયસન્સ વગરના ઉત્પાદનો અને રમકડાં જપ્ત કર્યા. BIS (ભારતીય માનક બ્યુરો) એ ગ્રાહકોના હિતમાં કામ કરતી ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે. BIS દ્વારા વેપારી ટોય સ્ટેશન, તારાનોમ બી, બેઝમેન્ટ 479 નીલકંઠ મહાદેવ સ્ટ્રીટ અને નાનપુરાના રમકડાંના વેપારીઓ પર 28 માર્ચ એટલે આજ રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. આ વેપારીઓ તેમની દુકાનમાં લાયસન્સ ના લીધું હોય તેવા રમકડાંનું વેચાણ કરતા હતા. દરોડા દરમ્યાન વેપારીઓની દુકાનમાંથી ISI માર્ક વગરના રમકડાં મળી આવતા BIS દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યા.

સરકાર રમકડાંના વેચાણ માટે વેપારીઓને લાયસન્સ આપે છે. જે મુજબ વિવિધ વર્ગના બાળકો માટે જુદા-જુદા માનાંક રાખવામાં આવ્યા છે. ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવેલ રમકડાંમાં આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વગર રમકડાંનું ઉત્પાદન કે સંગ્રહ કરે તો તે નિયમવિરુદ્ધ માનવામાં આવશે. આ નિયમભંગ બદલ દંડ અને સજાની જોગવાઈ છે. જે અંતર્ગત સંબંધિત લોકોને ઓછામાં ઓછા બે વર્ષની જેલ અથવા 2 લાખ રૂપિયાના આર્થિક દંડ ફટકારવામાં આવે છે. આજે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા રમકડાંની ગુણવત્તાને લઈને મકડાના વેપારીઓ પર BISએ દરોડા પાડી લાયસન્સ ના હોય તેવા ઉત્પાદનો જપ્ત કરી વેપારીઓ સામે કાર્યવાહી કરાશે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે.

ભારતીય માનક બ્યુરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે જ્યારે તે તેની અનુરૂપતા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અન્ય યોજનાઓ દ્વારા ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું. જ્યારે BIS 1971થી તેની અમદાવાદ ખાતેની શાખા દ્વારા ગુજરાત રાજ્યમાં સેવા આપે છે. આ વર્ષો દરમિયાન, સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્પાદન એકમોએ BIS પાસેથી 5000 થી વધુ લાઇસન્સ પ્રાપ્ત કર્યા છે. એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઉદ્યોગો સમગ્ર દેશમાં ફેલાયેલા BIS લાયસન્સની કુલ સંખ્યાના 13%થી વધુ ધરાવે છે તેમજ BIS દ્વારા દર વર્ષે આપવામાં આવતા ઓલ ઈન્ડિયા ફર્સ્ટ લાયસન્સમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે જે ગુણવત્તા અને નવીનતા પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત