બોટાદમાં પિતા-પુત્રએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પિતા-પુત્રએ સુરેન્દ્રનગર જતી ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો. પિતાએ પુત્ર સાથે આપઘાત કરતા પરિવાર ઘેરા આઘાતમાં છે.
ઘટનાની વિગત મુજબ બોટાદના કુંડલી ગામ પાસેના રેલ્વે ફાટક નજીક પિતા-પુત્રએ પડતું મૂકી આપઘાત કર્યો. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બનવા પામી. પિતાએ પુત્ર સાથે આપઘાત કરવાની ઘટના સામે આવતા રેલ્વે ટ્રેકની આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પંહોચી તમામ ઘટનાની નોંધ લેતા તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે રેલ્વે ટ્રેક નીચે પડતૂ મુકનાર પિતા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના રહેવાસી છે. તેમનું નામ હરસુખ પ્રભુભાઈ સાંકળીયા હોવાનું સામે આવ્યું છે જ્યારે તેમના પુત્રનું નામ કુલદીપ છે. પોલીસ આ ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે. આખરે કયાં કારણોસર પિતાએ પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મૂકયું તે મામલાની સઘન તપાસ કરશે.
આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….
આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…