Vadodara News: તુષાર અરોઠે અને ઋષિ અરોઠે ફ્રોડ કેસમાં એક પછી એક ખોલાસાઓ થઇ રહ્યા છે ત્યારે ફરી એકવાર નવો ખુલાસો થયો છે. આ બંને પિતા-પુત્રો વિશે SOGએ વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. ગત 3 માર્ચના રોજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઘરે એસઓજી એ દરોડો પાડી પકડેલા બિન હિસાબી 1.39 કરોડ રૂપિયા સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે ઋષિ અરોઠેના કહેવાથી તેના સાગરિતે નાસિકના આંગડિયા પાસેથી 60 લાખ રૂપિયા લીધા હતા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરેથી કરોડો રૂપિયાની રિકવરી મામલે નવો ખુલાસો થયો છે. એસઓજી પોલીસની તપાસમાં અનેક રહસ્યો સામે આવ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર ઋષિ અરોઠેએ ખુલાસો કર્યો છે કે તેણે રાજસ્થાનના કોટા સ્વામિનારાયણ મંદિરની તિજોરીમાંથી 2 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આંગડિયા દ્વારા જયપુરથી નાસિક રૂ. 1.39 કરોડ મોકલનાર તુષાર અરોઠે રૂ.10ની નોટનો નંબર બતાવી વડોદરાથી ઉપાડી લીધો હતો. ઋષિની સલાહ પર બીજી સાગરિતાએ નાશિકના આંગડિયા પાસેથી 60 લાખ પડાવી લીધા. સલંગપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓએ SOGનો સંપર્ક કરી રહસ્યનો પર્દાફાશ કર્યો હતો.
રાજસ્થાનના કોટા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર માં 18 વર્ષથી ટ્રસ્ટનો વહીવટ કરતા સીએના મિત્રનો રિશી આરોઠે મિત્ર હતો એને જ રૂપિયા નાશિક સુધી રૂબરૂ લઈને જવાના બદલે રિશી નજીવા કમિશનથી આંગડિયા દ્વારા મોકલી આપશે એમ કહેતાં સીએ શશાંકભાઈ વિશ્વાસમાં આવી ગયા હતા, બે કરોડ જેટલી રકમ પી એમ આંગડિયા દ્વારા મોકલી હતી જે પૈકી સિફતપૂર્વક 1.39 કરોડ વડોદરા મોકલી ઉપાડી લેવાયા હતા, 60 લાખ નાશિકમાં રિશિંના સાગરીતોએ ઉપાડી લીધા હતા.
પૂર્વ કોચ અને રણજી પ્લેયર તુષાર ભાલચંદ્ર વડોદરાના ક્રિકે ટ જગતમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ 1985 અને 2003-04માં બરોડો ક્રિકેટ ટિમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓલ રાઉન્ડર તરીકે મેચ રમી ચૂક્યા છે. તેમની વડોદરાની રણજી ટીમમાં 100થી વધુ મેચો રમનારા ક્રિકેટરોમાં ગણતરી કરાય છે. વર્ષોથી ક્રિકેટ જગતમાં બહોળો અનુભવ ધરાવતા હોવાના કારણે નિવૃત થયા બાદ તેઓ ઘણી ટીમો સહિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત