Not Set/ ઇથોપિયાનાં વડા પ્રધાન આબે અહમદ અલીને મળ્યો નોબલ શાંતિ પુરસ્કાર

સોમવારથી નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. શુક્રવારે શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે શાંતિ માટેનું નોબલ પુરસ્કાર ઇથોપિયાનાં વડા પ્રધાન અબે અહમદ અલીને આપવામાં આવ્યું છે. તે ઇથોપિયાથી પ્રથમ વ્યક્તિ છે જેની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી છે. શાંતિ ક્ષેત્રે આપવામાં આવેલું આ 100 મો નોબેલ […]

Top Stories World
abiyahmed111019b ઇથોપિયાનાં વડા પ્રધાન આબે અહમદ અલીને મળ્યો નોબલ શાંતિ પુરસ્કાર

સોમવારથી નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. શુક્રવારે શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે શાંતિ માટેનું નોબલ પુરસ્કાર ઇથોપિયાનાં વડા પ્રધાન અબે અહમદ અલીને આપવામાં આવ્યું છે. તે ઇથોપિયાથી પ્રથમ વ્યક્તિ છે જેની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી છે. શાંતિ ક્ષેત્રે આપવામાં આવેલું આ 100 મો નોબેલ પુરસ્કાર છે.

શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાના પ્રયાસો અને ખાસ કરીને પડોશી દેશ ઇરિટ્રિયા સાથે સરહદી વિવાદને ઉકેલવા નિર્ણાયક પહેલ કરવા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, શાંતિ, સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનાં ક્ષેત્રમાં આ વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ વર્ષે સોમવારથી નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. સાહિત્યના ક્ષેત્રમાં, પોલિશ લેખક ઓલ્ગા ટોકાર્ચુક અને પીટર હૈંડકાને નોબેલ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યુ છે. તેમાંથી ઓલ્ગા ટોકાર્ચુકને 2018 માટે જ્યારે પીટર હૈડકાને 2019 માટે એવોર્ડ આપવામાં આવશે.

રસાયણશાસ્ત્રનાં ક્ષેત્રમાં ત્રણ વૈજ્ઞાનિકો જ્હોન બી ગુડઇનફ, એમ.સ્ટેનલી વ્હિટિંગમ અને અકીરા યોશિનોને નોબેલ માટે પસંદ કરવામાં આવ્યા છે. ભૌતિકશાસ્ત્રમાં 2019 નો નોબેલ પુરસ્કાર કેનેડિયન-અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ અને સ્વિટ્ઝલેન્ડનાં વૈજ્ઞાનિક માઇકલ મેયર અને ડિડીયર ક્વેલોઝને આપવાની ઘોષણા કરવામાં આવી છે. ચિકિત્સા ક્ષેત્રે, આ વર્ષે ત્રણ વૈજ્ઞાનિકોને વિશ્વનાં સર્વોચ્ચ સન્માન આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્રણેય વૈજ્ઞાનિકો અમેરિકાનાં વિલિયમ કૈલિન, ગ્રેગ સીમેન્ઝા અને બ્રિટનનાં પીટર રેટક્લિફ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.