Ahmedabad city/ અમદાવાદ : ઘરે બેઠા કમાણી કરવાની લાલચમાં ગુમાવ્યા લાખો રૂપિયા, ઠગાઈની જાણ થતા નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં વેપાર શરૂ કરી સપ્તાહના અંતિમ દિવસોમાં ઘર બેઠા કમાણી કરવાની લાલચમાં 16.34 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. એક શખ્સ શહેરમાં ઘરે બેઠા લાખો કમાણી કરવાની લાલચમાં ફસાયો બાદમાં છેતરપિંડી થયાનું જાણ થતા ફરિયાદ નોંધાવી.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 09T155446.020 અમદાવાદ : ઘરે બેઠા કમાણી કરવાની લાલચમાં ગુમાવ્યા લાખો રૂપિયા, ઠગાઈની જાણ થતા નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં વેપાર શરૂ કરી સપ્તાહના અંતિમ દિવસોમાં ઘર બેઠા કમાણી કરવાની લાલચમાં 16.34 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. એક શખ્સ શહેરમાં ઘરે બેઠા લાખો કમાણી કરવાની લાલચમાં ફસાયો બાદમાં છેતરપિંડી થયાનું જાણ થતા ફરિયાદ નોંધાવી. આજે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે લોકો કમાણી કરવા અવનવા નુસખા પણ અજમાવે છે. દેશના અન્ય  સ્થાનો ઉપરાંત અમદાવાદમાં પણ કોરોના બાદથી ઘરે કામ કરી કમાણી કરવાની અનેક કંપનીઓ ઓફર આપી રહી છે. આવી જ એક ઓફરમાં અમદાવાદ શહેરનો નાગરિક ફસાઈ ગયો. આ શખ્સનો ટેલિગ્રામ પર એક વ્યક્તિ સાથે સંપર્ક થયો અને તેણે ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી થશે તેવી ઓફર આપી. જેમાં ઇસ્કાય નામની ડોટકોમ પર રોકાણ કરવાનું કહ્યું. આ ટિકિટ બુકિંગની સાઈટ હોવાનું કહી સામાન્ય કામકાજ માટે લાખો રૂપિયા પડાવ્યા. વિમેશ કુમાર શાહ નામના આ શખ્સને બાદમાં આ મામલે છેતરપીંડી થયાનું જાણ થતા પોલીસમાં ફરિયાદ કરી.

54 વર્ષીય વિમેશ કુમાર શાહ નામનો શખ્સ અમદાવાદ શહેરમાં આવેલ ગોતા વિસ્તારની સત્યમેવ વિસ્ટા રોડ સ્થિત આઈબીસી ફલોરા સોસાયટીમાં રહે છે. વિમેશ નામના શખ્સે જણાવ્યું કે તેણે અનન્યા નામની ઓળખ બતાવનાર નેહા કૃષ્ણન અને રાહુલ શર્માના આઈડી ધારકનો ટેલીગ્રામ પર સંપર્ક કર્યો. આ બંને શખ્સોએ ટેલિગ્રામના એકાઉન્ટમાં મેસેજ કર્યો હતો કે ઘરે બેઠા વેપાર કરી સપ્તાહના અંતિમ દિવસોમાં તમે લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. આ મામલે તેમનો સંપર્ક કરતા તેમણે ઇસ્કાય ડોટ કોમ નામના પ્લેટફોર્મ પર રોકાણ કરવાની વાત કરી. જેમાં ફલાઈટનું ટિકિટ બુકિંગનું કામ કરવા માટે લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી વર્કિંગ એકાઉન્ટ રીચાર્જ કર્યું. આ પ્રકારથી રિચાર્જ કરી અને બેંક એકાઉન્ટમાં ધીરે ધીરે 16.34 લાખ રૂપિયા જમા કરાવ્યા. આ કામ માટે તેમણે કમીશન આપવાની વાત કહી હતી. છતાં તેમણે કોઈ કમિશન ના આપ્યું અને વેપાર માટે લાખો રૂપિયા આપ્યા હતા તે પણ પાછા ના આપ્યા. આમ, વેબસાઈટ પર સંપર્ક કરનાર નેહા કૃષ્ણન અને રાહુલ શર્મા વિરુદ્ધ ગોતાના રહેવાસી વિમેશ કુમાર શાહે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી.

અમદાવાદ  શહેરમાં વધુ એક ગુનાની ઘટના બની છે. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આંબાવાડી ભૂદરપુરા રોડ પર ગણેશનગરમાં એક મકાનમાં 15 વર્ષીય કિશોરી દિવ્યા મારવાડીનો મૃતદેહ લટકતી સ્થિતિમાં મળ્યો. 6 ફેબ્રુઆરીની રાતે 11 વાગ્યે યુવતીએ પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી. આ મામલે પરિવારને પુછતા કયા કારણે આત્મહત્યા કરી તે પરીવાર જાણતો નથી. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :uttarakhand/હલ્દવાણીમાં બબાલ વધી, આગચંપી વચ્ચે કર્ફ્યુ, જોતાં જ ગોળી મારવાનો આદેશ

આ પણ વાંચો : Bharat Ratna Award/મોદી સરકારની મોટી જાહેરાત, પી.વી. નરસિમ્હા રાવ સહિત ડો. સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ‘ભારત રત્ન’ પુરસ્કારથી કરાશે સમ્માનિત