ઇઝરાયેલે દક્ષિણી ગાઝા પર હવાઈ હુમલો કર્યો. આ ભીષણ હુમલો વધુ ઘાતકી હતો જેમાં અનેક લોકો ગંભીરપણે ઘાયલ થયા. અને આ હુમલામાં 13 લોકોના મોત થયા છે. હમાસે ઇઝરાયલ સમક્ષ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હમાસે પ્રસ્તાવ સાથે શરતી માગણી કરી હતી કે ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરે અને બંધક સોદાના ભાગરૂપે યુદ્ધનો અંત લાવે. જો કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તે શરતો સાથે સંમત થવાનો ઇનકાર કરતા વધુ એક હુમલો કર્યો. યુદ્ધ વિરામને લઈને નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી હમાસ પર સંપૂર્ણ કબજો ના કરી એ ત્યાં સુધી આ પ્રકારના હુમલાઓ થતા રહેશે. અમે હવે જીતની નજીક છીએ. આ ભીષણ હુમલાને કારણે ગાઝામાંથી અનેક લોકોએ સ્થળાંતર કર્યું. લોકો હુમલાથી રક્ષણ મેળવવા રાફા પંહોચ્યા કે જે માનવ સહાય મેળવવાનું મુખ્ય સ્થાન છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધથી પેલેસ્ટિનિયન મૃત્યુઆંક 27,840 લોકોને વટાવી ગયો છે .
ગાઝા અને ઇઝરાયલ વચ્ચે ચાર મહિના જેટલા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાએ ઇઝરાયલ પર હુમલો કરતા આ યુદ્ધની શરૂઆત થઈ. ત્યારબાદ ઇઝરાયલે પણ વળતો પ્રહાર કરતા હવાઈ હુમલા અને ગ્રાઉન્ડ એટેક કરતું રહ્યું છે. હમાસે ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પરના હુમલા સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી , જેમાં આતંકવાદીઓએ લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી, જેમાં મોટાભાગે નાગરિકો હતા, અને લગભગ 250 લોકોનું અપહરણ કર્યું હતું. હમાસ હજુ પણ 130 થી વધુ બંધકોને પકડી રાખ્યા છે, પરંતુ તેમાંથી લગભગ 30 મૃત હોવાનું માનવામાં આવે છે.ગાઝાના હુમલા બાદ ઇઝરાયલે શાંત બેસી ના રહેતા યુદ્ધવિરામના પ્રસ્તાવને પણ નકાર્યો છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધને લઈને વિશ્વના અમેરિકા જેવા દેશોએ પણ દરમ્યાનગીરી કરતા સંઘર્ષ સમાપ્ત કરવાની અપીલ કરી છે. થોડા દિવસ હુમલા અટકાવ્યા બાદ યુદ્ધનો ફરી આગાઝ થાય છે. બંને દેશો વચ્ચે યુદ્ધને લઈને મોટાપાયે નુકસાન થયું છે.
ઇઝરાયલે દક્ષિણી ગાઝા પર રાત્રે ભીષણ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્તોને કુવૈતની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી કે આ હુમલામાં કુલ 13 લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. યુદ્ધમાં અત્યાર સુધી ગાઝાના કુલ 27,000 લોકોના મોત થયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને અમેરિકા પણ આ સંઘર્ષ સમાપ્ત થાય તેવું ઇચ્છે છે. જો બિડેન કહે છે કે તેઓ હજી પણ આશાવાદી છે. એક સોદો થઈ શકે છે જે યુદ્ધને સમાપ્ત કરવાનો માર્ગ ખોલી શકે છે. બંધક બનેલા લોકોને મુક્ત કરવામાં આવે તો યુદ્ધ સમાપ્ત થવાની નજીક પંહોચી શકે છે. આ મુદ્દે વધુ પ્રયાસ કરી રહ્યા છીએ.
ગાઝામાં માનવતાવાદી સહાય મેળવવા માટે ખરેખર અમે સખત પ્રયાસ કરી રહ્યા છીએ. કેમકે ત્યાં ઘણા નિર્દોષ લોકો છે જેઓ મુશ્કેલીમાં છે અને ભૂખે મરતા હોય છે. ત્યાં નિર્દોષ મહિલાઓ અને બાળકો છે જેમને મદદની ખૂબ જ જરૂર છે. અને તેથી તે છે જે આપણે યુદ્ધ વિરામ માટે દબાણ કરી રહ્યા છીએ. રફાહમાં લોકો આશ્રય લઈ રહ્યા છે પરંતુ હવે ત્યાં પણ પરિસ્થિતિ દિવસે-દિવસે બગડતી જાય છે. રફાહમાં 1.3 મિલિયનથી વધુ લોકો હોવાનો અંદાજ છે. વધુ વડતી વસ્તી વધતા હવે ત્યાં પણ લોકો ભૂખમરા અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓના અભાવના સામનો કરી રહ્યા છે. લોકો તંબુઓમાં, કામચલાઉ આશ્રયસ્થાનોમાં, શેરીઓની બાજુમાં, કાર પાર્કમાં, મસ્જિદોની બાજુમાં, શાળાઓની બાજુમાં, હોસ્પિટલોની બાજુમાં, જ્યાં પણ તેઓને જગ્યા મળે ત્યાં રહેવા મજબૂર બન્યા છે. અને જો રફાહ પર લશ્કરી હુમલો વધશે, તો નાગરિકોને ઇઝરાયેલ દ્વારા પહેલાથી જ નાશ પામેલા વિસ્તારોમાં ભાગી જવાની ફરજ પાડવામાં આવશે, જ્યાં નોંધપાત્ર જોખમો અસ્તિત્વમાં છે.
આ પણ વાંચો :uttarakhand/હલ્દવાણીમાં બબાલ વધી, આગચંપી વચ્ચે કર્ફ્યુ, જોતાં જ ગોળી મારવાનો આદેશ
આ પણ વાંચો :uttarakhand/હિંસા બાદ હલચલ તેજ, CM ધામીએ દેહરાદૂનમાં બોલાવી બેઠક
આ પણ વાંચો :uttarakhand/હલ્દવાની હિંસા કેસમાં મૌલાના મહમૂદ મદનીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો, કહી આ વાત