GUJARAT ACCIDENT/ ડમ્પર ફરી યમદૂત બન્યુઃ હાઇવે પર કારને કચડી નાખતા બેના મોત

લીંબડી-રાજકોટ હાઇવે ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. આ અકસ્માતમાં ડમ્પર ફરી યમદૂત બન્યું છે. ડમ્પરે યમદૂત બનીને કારવાળાના જીવ લઈ લીધા છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 24 ડમ્પર ફરી યમદૂત બન્યુઃ હાઇવે પર કારને કચડી નાખતા બેના મોત

લીમડીઃ લીંબડી-રાજકોટ હાઇવે ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. આ અકસ્માતમાં ડમ્પર ફરી યમદૂત બન્યું છે. ડમ્પરે યમદૂત બનીને કારવાળાના જીવ લઈ લીધા છે. ડમ્પર અને કાર વચ્ચેના આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ફૂલગ્રામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતે બેનો જીવ લઈ લીધો છે અને ચાર વ્યક્તિઓ ઇજા પામતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્ઠળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી દૂર કરીને રસ્તો શરૂ કરી ટ્રાફિક ક્લિયર કર્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ હાઇવે પર આટલા અકસ્માત થયા હોવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. રસ્તાની ખામીભરેલી ડિઝાઇનની બધાને જાણ હોવા છતાં પણ તેને સુધારવા માટે પગલાં લેવાતા નથી. તેના પગલે લીંબડી-રાજકોટ મોતનો હાઇવે બન્યો છે. તેમા પણ રસ્તા પર ફરતા ડમ્પર ચાલકો તો રીતસરના યમદૂતો જ છે. ડમ્પરવાળા કોઈને ઉડાવ્યા વગર ઘરે પહોંચે ત્યાં સુધી તેમને ખાવાનું હજમ થતું લાગતું હોય તેમ લાગતું નથી. આ સિવાય તેઓ જરા પણ તાલીમ પામેલા હોતા નથી. તેમની પૂરતી તાલીમનો અભાવ બીજા લોકોનો જીવ લઈ લે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ