Dahod/ દાહોદ નગરપાલિકાના 50 % કર્મચાારીઓ કોરોના ગ્રસ્ત થતાં શહેરમાં સેવાઓ ઠપ

શહેરી વિસ્તારમાં સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ કાર્યાન્વિત રાખે છે. ત્યારે દાહોદ પાલિકાના કર્મચાારીઓ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત હોવાથી આવી સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે.

Top Stories Gujarat Others Trending
corona 1 6 દાહોદ નગરપાલિકાના 50 % કર્મચાારીઓ કોરોના ગ્રસ્ત થતાં શહેરમાં સેવાઓ ઠપ
  • દાહોદ નગરપાલિકાના 50 % કર્મચાારીઓ કોરોના ગ્રસ્ત થતાં શહેરમાં સેવાઓ ઠપ
  • સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ સંક્રમિત 
  • વિવિધ વિભાગના કર્મચારીઓમાં સંક્રમણ ફેલાતા નગર સેવકોના ફોન રણકવા માંડ્યા છે .
  • પાલિકાના સીઓનો આરટીપીસીઆર નેગેટિવ પરંતુ સીટીસ્કેનમાં સંક્રમણ દેખાયુ. 

દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થેયલો છે. ત્યારે કર્મચારી આલમ પણ હવે કોરોનામાં સપડાયો છે. ત્યારે દાહોદ નગર પાલિકાના 50 ટકા કર્મચાારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની થયા હોવાાની માહિતી પ્રાપ્ત થઇ છે.જેથી શહેરમાં વિવિધ સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. કારણ કે હવે સંક્રમણ કોઇના કાબુમાં રહ્યુ નથી.

ગામડાઓમાં પણ હવે ઘેર ઘેર કોરોનાના ખાટલા છે ત્યારે લગ્નસરાને કારણે બજારોમાં જામતી ભીડ કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે.તેમ છતાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના કાયદાનુ ચુસ્ત પાલન આજે પણ કરવામાં આવતુ નથી. જેથી બધું જ હવે ભગવાન ભરોસે હોવાનું સ્પષ્ટ લાગી રહ્યુ છે.

50 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત

આવા કપરા કાળમાં તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી જ રહ્યા છે. શહેરમાં સંક્રમણ વધારે હોવાથી પાલિકાના કર્મચારીઓ પણ હવે કોોરોનામાં સપડાયા છે. ત્યારે સત્તાવાર માહિતી પ્રમાણે પાલિકાના વિવિધ વિભાગના મળીને 50 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતામાં છે.

સેવાઓ પ્રભાવિત થઇ

શહેરી વિસ્તારમાં સફાઇ,પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ,ગટર સફાઇ જેવી પ્રાથમિક સુવિધાને પાાલિકાના કર્મચારીઓ જ કાર્યાન્વિત રાખે છે. ત્યારે દાહોદ પાલિકાના કર્મચાારીઓ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત હોવાથી આવી સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. તેને કારણે નગર સેવકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે નાગરિકો ફોન ભલે નગર સેવકોને કરે પરંતુ કામગીરી તો પાાલિકાના જે તે વિભાગના કર્મચારીઓએ જ કરવાની હોય છે.