Not Set/ ગુજરાત યુનિ ફરી વિવાદમાં, બપોરના બે વાગે છે પરીક્ષા પણ હજુ સુધી હોલટિકિટ નથી મળી

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી એકવાર ફરી વિવાદના વંટોળમાં સપડાઇ છે. એક્સટર્નલ વિદ્યાર્થીઓને હૉલ ટિકિટ ન મળી હોવાનો છબરડો બહાર આવ્યો છે. બાબત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ.ના છઠ્ઠા અને એમ.એ.ના ચોથા સેમેસ્ટરની પરિક્ષા બપોરે બે વાગે છે અને પરિક્ષાર્થીઓને હજુ સુધી હોલ ટિકિટ એટલેકે પરિક્ષામાં બેસવા અંગેની પાવતી મળી જ નથી. જેથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા […]

Top Stories
ગુજરાત ગુજરાત યુનિ ફરી વિવાદમાં, બપોરના બે વાગે છે પરીક્ષા પણ હજુ સુધી હોલટિકિટ નથી મળી

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી એકવાર ફરી વિવાદના વંટોળમાં સપડાઇ છે. એક્સટર્નલ વિદ્યાર્થીઓને હૉલ ટિકિટ ન મળી હોવાનો છબરડો બહાર આવ્યો છે. બાબત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ.ના છઠ્ઠા અને એમ.એ.ના ચોથા સેમેસ્ટરની પરિક્ષા બપોરે બે વાગે છે અને પરિક્ષાર્થીઓને હજુ સુધી હોલ ટિકિટ એટલેકે પરિક્ષામાં બેસવા અંગેની પાવતી મળી જ નથી.

જેથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતાં એક્ષટર્નલ કોર્સિસનાં કપડવંજ કે ગાંધીનગર જેવા કેન્દ્રોનાં વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ લેવા માટે અમદાવાદ આવવાની જરૂર પડી હતી.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે હૉલ ટિકિટ સવારે 11 વાગે મળી જશે પરંતુ હજુ સુંધી તેમને હોલ ટીકીટ ન મળતા વિધાર્થીઓ રોષે ભરાયા છે. અમુક વિધાર્થીઓનું કહેવું છે કે અમે બે દિવસથી અહી આવીએ છીએ પરંતુ યુનિવર્સીટીના અધિકારીઓ અમને બસ ધક્કા જ ખવડાવે છે.

એક વિધાર્થીનીનું કહેવું છે કે અમે હોલ ટીકીટ માટે ઓનલાઈન ચેક કર્યું પણ ત્યાં પણ હોલટીકીટ નથી બતાવતા. પછી અમે ગુજરાત યુનિવર્સીટી આવ્યા પણ  યુનિવર્સીટીના અધિકારીઓ કહે છે શનિવારે આંબેડકર જયંતિના લીધે અહી રજા હતી તો અમુક અધિકારીઓ કહે છે દસથી ચાર વાગ્યા સુધી યુનિવર્સીટી ઓપન હતી. હાલ અમને મેન્યુઅલ રીસીપ્ટ બનાવી આપી છે.