નિર્ણય/ ICCએ લીધો મોટો નિર્ણય, શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા સસ્પેન્ડ કરી

CC બોર્ડે બેઠકમાં નિર્ણય લીધો હતો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે

Top Stories Sports
3 2 4 ICCએ લીધો મોટો નિર્ણય, શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા સસ્પેન્ડ કરી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ  બોર્ડે શુક્રવારે શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. ICC બોર્ડે બેઠકમાં નિર્ણય લીધો હતો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે. સસ્પેન્શનની શરતો ICC બોર્ડ દ્વારા યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે.વર્લ્ડ કપ 2023માં શ્રીલંકન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે બોર્ડ અને શ્રીલંકામાં ખળભળાટ મચી ગયો છે. શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી દેશની ક્રિકેટ સંચાલક મંડળને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેને શાસક પક્ષ અને વિપક્ષી પાર્ટીઓનું સંપૂર્ણ સમર્થન મળ્યું.

સોમવારે રમતગમત પ્રધાન રોશન રણસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ મેનેજમેન્ટને બરખાસ્ત કરી દીધું અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાને ક્રિકેટ બોર્ડ ચલાવવા માટે સાત સભ્યોની વચગાળાની સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા. જો કે, તે પછી મંગળવારે અપીલ કોર્ટે શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકા ક્રિકેટ મેનેજમેન્ટને પુનઃસ્થાપિત કર્યું. આ પછી રમત પ્રધાને સમગ્ર ઓપરેશનલ યુનિટને બરતરફ કરી દીધું હતું પરંતુ કોર્ટમાં અપીલ બાદ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ગુરુવારે સરકાર અને વિપક્ષે સંસદમાં સંયુક્ત પ્રસ્તાવ રજૂ કરીને શ્રીલંકાના ક્રિકેટ મેનેજમેન્ટના રાજીનામાની માંગ કરી હતી.


 

Read More: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી

Read More: સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

Read More: ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS