Not Set/ કોરોના કેસ ઘટ્તા અમેરિકાએ મુસાફરીના નિયમો હળવા કર્યા, ભારત સ્તર 2 પર આવ્યું

સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, “જો તમને FDA દ્વારા માન્ય રસી સાથે સંપૂર્ણપણે રસી આપવામાં આવે તો તમારા શરીરમાં કોરોના વાયરસના ગંભીર લક્ષણો વિકસાવવાનું જોખમ ઘટી શકે છે

Top Stories India
મુસાફરીના

સમગ્ર વિશ્વમાં આ વખતે કોરોનાની  બીજી લહેર ભયંકર જોવા મળી હતી . જેમના લીધે વિશ્વના મુક દેશો એ  આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો  . જેમાં ખાસ કરીને અમરિકા એ  ભારત  મુસાફરોને આવવા પર  પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે  ભારતમાં કેસો ઘટતા અમેરિકાએ ભારતના   મુસાફરો ને રાહત આપી છે. દેશમાં મુસાફરી કરતા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં લેવલ 2 નો સુધારો.

આ પણ વાંચો :વિશ્વની વિરાટ પ્રતિમા SOU પરથી કેવડીયામાં ગુંજતા થયા રેડિયો યુનિટી 90 FMના સુર

આ વર્ષે કોરોનાના કેસોને જોતા અમેરિકાએ ભારતને લેવલ 4 માં સ્થાન આપ્યું હતું. કોઈપણ દેશમાં ન જવાની સલાહને લેવલ -4 કહેવામાં આવે છે. પરંતુ ભારતમાં કોરોનાના ઘટતા કેસોને જોતા અમેરિકા હવે લેવલ -4 થી લેવલ -3 અને હવે લેવલ -2 માં શિફ્ટ થઈ ગયું છે. લેવલ -3 એટલે મુસાફરો મુસાફરી માટે વિચાર કરી શકે છે.

આ પણ વાંચો :શું તમને ખબર છે કે મેળવણ વગર દહીં કઈ રીતે બનાવાય ? ચાલો જાણીએ

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ હવે ભારત માટે લેવલ 2 ટ્રાવેલ હેલ્થ નોટિસ બહાર પાડી છે, જે દેશમાં કોરોના નું મધ્યમ સ્તર સૂચવે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, “જો તમને FDA દ્વારા માન્ય રસી સાથે સંપૂર્ણપણે રસી આપવામાં આવે તો તમારા શરીરમાં કોરોના વાયરસના ગંભીર લક્ષણો વિકસાવવાનું જોખમ ઘટી શકે છે.