Inovation/ થ્રી ઇડિયટ્સ ફિલ્મથી પ્રચલિત સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે બનાવ્યો ખાસ  ટેન્ટ, લોહી જામતી ઠંડીમાં પણ આપશે ગરમી

થ્રી ઇડિયટ્સ ફિલ્મથી પ્રચલિત સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે બનાવ્યો ખાસ  ટેન્ટ, લોહી જામતી ઠંડીમાં પણ આપશે ગરમી

India Trending
chhotaudepur 9 થ્રી ઇડિયટ્સ ફિલ્મથી પ્રચલિત સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે બનાવ્યો ખાસ  ટેન્ટ, લોહી જામતી ઠંડીમાં પણ આપશે ગરમી

દેશના સુરક્ષા જવાનો માટે લદ્દાખના એક સામાજિક કાર્યકરે એક અદભૂત કામ કર્યું છે. થ્રી ઇડિયટ્સ ફિલ્મથી પ્રચલિત સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે એક ખાસ ટેન્ટ બનાવ્યો છે જેમાં ઠંડીમાં પણ જવાનોને ગરમી પૂરી પાડશે. શું છે આ ખાસ ટેન્ટમાં આવો જાણીએ.

  • લોહી જામતી ઠંડીમાં પણ ગરમી આપતા ટેન્ટ
  • અનોખી શોધ સાથે સોનમ વાંગચુકની દેશસેવા
  • થ્રી ઇડિયટ્સનો ચર્ચિત ચહેરો છે સોનમ વાંગુચુક
  • ભલે માઇનસમાં હોય તાપમાન, છતાં ગરમ રહેશે ટેન્ટ

Image result for Sonam Wangchuk, popular from the movie Three Idiots, has set up a special tent for army personnel, which will provide warmth even in cold blood.

લદ્દાખની ગાલવાન વેલીમાંથી એક ઉમદા કાર્ય સમાજસેવક સોનમ વાંગચુકે કર્યું છે. થ્રી ઇડિયટ્સ ફેમ વાંગચુકે સેનાના જવાનો માટે એવા ટેન્ટ બનાવ્યા છે જેનું તાપમાન હંમેશા 15થી 20 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહેશે. બહાર ભલે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ ઠંડી ફુંકાઈ રહી હોય પણ ટેન્ટમાં તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. 12,000 ફૂટ કરતા પણ વધારે ઉંચાઈએ આવેલી ગાલવાન વેલી એ જ જગ્યા છે જ્યાં જૂન મહિનામાં ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લદ્દાખનો એવો વિસ્તાર છે જ્યાં શિયાળામાં પારો લોહી જામી જાય એ હદે નીચો ઉતરે છે. પરંતુ આ ટેન્ટથી સૈનિકોને હવે ગરમી મળી રહે તેવો દાવો કરાયો છે.

Gujarat / મહામૂલા મતદારો જેમણે મતદાન કરી ખરા અર્થમાં જાગૃત નાગરિકની ફરજ બજાવી

  • ઇનોવેશન મેન તરીકે ઓળખાય છે સોનમ વાંગચુક
  • આનંદ મહેન્દ્રાએ સોનમના કાર્યની કરી પ્રશંસા
  • સોલર હીટેડ મિલિટ્રી ટેન્ટ આપ્યું છે નામ

સોનમ વાંગચુક પોતાના ઈનોવેશન માટે ઓળખાય છે. તેમણે સરહદ પર સુરક્ષામાં તૈનાત સેનાના જવાનોને ભીષણ ઠંડીમાં રાહત મળી શકે તે માટે એક ઉપાય શોધ્યો છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે એક ખાસ પ્રકારના મિલિટ્રી ટેન્ટ વિશે બતાવી રહ્યા છે. આ ટેન્ટ માઈનસ તાપમાનમાં પણ અંદરથી ગરમ રહે છે. સોનમે તેને ‘સોલાર હીટેડ મિલિટ્રી ટેન્ટ’ નામ આપ્યું છે. બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાએ સોનમની ટ્વીટને રીટ્વીટ કરીને તેમને સલામી આપી છે અને તેમનું કામ ઉર્જાપ્રેરિત હોવાનું જણાવ્યું છે.

  • બહાર ઠંડી, અંદરનું તાપમાન ગરમ
  • અંદર બહારના તાપમાનમાં 29 ડિગ્રીનો તફાવત

વડોદરા / સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો 

સોનમે ટ્વીટમાં લખ્યું છે કે, રાતના 10 વાગે જ્યારે બહારનું તાપમાન -14°C હતું ત્યારે ટેન્ટની અંદરનું તાપમાન +15°C હતું. મતલબ કે ટેન્ટની બહારના તાપમાન કરતા ટેન્ટની અંદરનું તાપમાન 29°C વધારે હતું. ભારતીય સેનાના જવાનોને આ ટેન્ટની અંદર લદ્દાખની ઠંડી રાતો ગુજારવામાં ખૂબ સરળતા રહેશે. આ સોલાર હીટેડ મિલિટ્રી ટેન્ટની ખાસીયત એ છે કે તે સૌરઉર્જાની મદદથી કામ કરે છે.