Election/ રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ

આજે મનપાની ચૂંટણીમાં લોકો સ્વૈચ્છિક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા બહાર નિકળી રહ્યા છે.

Rajkot Gujarat
અલ્પેશ 2 રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ
  • રાજકોટ મનપાની ચૂંટણીને લઈ મતદાન
  • વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું
  • કુંડલીયા કોલેજ ખાતે EVM મશીન ખોટકાયું
  • મશીન બંધ થઈ જતા મતદાન અટકાવાયું
  • એક બટન દબાતું ન હોવાની ફરિયાદ
  • મશીન બંધ થતાં મતદારોમાં ભારે રોષ
  • પોલીસ પહોંચી મતદાન મથક પર

આજે મનપાની ચૂંટણીમાં લોકો સ્વૈચ્છિક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા બહાર નિકળી રહ્યા છે. ત્યારે ઘણા એવા સ્થળોએ EVM મશીનોમાં ખામીઓ અને ક્ષતીઓ પણ સામે આવી રહી છે. ઘણા એવા વિસ્તારોમાં EVM મશીન ખોટકાયું હોવાનુ પણ ચર્ચામાં આવ્યુ હતુ. આ વચ્ચે રાજકોટ મનપાની ચૂંટણીને લઇને મતદાન થઇ રહ્યુ છે, જ્યા વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું છે.

Election / અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

આપને જણાવી દઇએે કે, રાજકોટ મનપાની ચૂંટણીને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે. અહી વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું છે. જણાવી દઇએ કે, કુંડલીયા કોલેજ ખાતે EVM મશીન ખોટકાયું છે. અહી મશીન બંધ થઇ જતા મતદાન અટકાવાયું હતુ. મળી રહેલી માહિતી અનુસાર, મશીનમાં એક બટન દબાતું નહોતુ, જેની ફરિયાદ બાદ મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસને જાણ થતા મતદાન મથકે પહોંચી છે. અહી કોંગ્રેસે EVM મશીનમાં બટન ન દબાતા ત્યાનાં ટેકનિકલ ઓફિસરને બોલાવ્યામાં આવ્યા હતા અને કહેવામા આવી રહ્યુ હતુ કે, આ કોંગ્રેસનાં ઉમેદવારોનું બટન દબાતુ નથી. ત્યારે જેટલા પણ વોટ થયા છે તેમા ખામી થઇ હોવાનુ પણ અહી કહેવામા આવ્યુ હતુ. ટેકનિકલ ખામીનાં કારણે કોંગ્રેસને વોટ ન પડતા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ, જે વાતને લઇને કોંગ્રેસનાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ભાજપનાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ મતદાન મથથક સુધી આવી પહોંચ્યા હતા, જે બાદ બન્ને વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે મહા મુશ્કેલીથી બન્ને પક્ષોનાં ઉમેદવારો અને કાર્યકર્તાઓને શાંત પાડ્યા હતા.

Election / અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

જો કે અહી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તંત્રએ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી રહેલા મીડિયાકર્મીઓને દબાવવાના પ્રયતત્ન કર્યો હતો. મીડિયાકર્મીઓને મતદાન કેન્દ્રની બહાર જવાની ફરજ પાડવામા આવી હતી. આવુ રાજકોટનાં અલગ-અલગ વિસ્તારમાં જોવા મળ્યુ હતુ.

Election / અલ્પેશ ઠાકોરે કર્યો મતાધિકારનો ઉપયોગ, કહ્યુ-તમામ મનપામાં થશે ભાજપનો કબ્જો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ