Education/ કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ આઉટ રેટ ધટે તે માટે રાજય સરકાર …

કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ આઉટ રેટ ધટે તે માટે રાજય સરકાર કટિબધ્ધ

Gujarat
dabeli 19 કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ આઉટ રેટ ધટે તે માટે રાજય સરકાર ...

કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ આઉટ રેટ ધટે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. વર્ગ મરજરથી શાળા બંધ થવાની બાબતની ગેરસમજ દૂર કરતાં તેમણે ગુણવત્તા યુક્ત શિક્ષણ પર ભાર મૂકી શિક્ષણ નીતિ મુજબ વિધાર્થીઓની સંખ્યા અને શિક્ષકોનું મહેકમ અંગેની સ્પષ્ટતા આજે મળેલી પરામર્શ સમિતિ નંબર- ૪ની બેઠકમાં રાજયના શિક્ષણ મંત્રી  ભૂપેનદ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

શિક્ષણ મંત્રી ના અધ્યક્ષ સ્થાને મળેલી પરામર્શ સમિતિ નંબર – ૪ ની બેઠકમાં એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે ,કોરોના કાળ દરમ્યાન બાયાસેગ મારફત ચેનલ ડી.ડી. ગિરનાર પર બાળકોને શૈક્ષણિક અભ્યાસનો મહાવરો સતત જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરીને સમયનો સદઉપયોગ કર્યો છે. ધોરણ -૧ થી ૮ માટે મટીરીયલ્સ મોકલી કુટુંબની સલામતી અને માતા-પિતાની હુંફ સાથે ગમત સાથે જ્ઞાન આપવા તા. ૨૫ માર્ચથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. JEE અને NIT માં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ફી ભરવી પડતી હતી. જેનું વિના મૂલ્યે માર્ગદર્શન મળ્યું છે.

Panchmahal / ભઠ્ઠામાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી, શ…

આ પરામર્શ સમિતિની બેઠકમાં સાસંદ રમેશભાઇ ધડુકના ૩૩ પ્રશ્ન તથા ધારાસભ્ય હિંમતસિંહ પટેલના ૧૫ પ્રશ્નો,  જગદીશભાઇ પટેલના ૧૬ પ્રશ્નો અને સંજયભાઇ સોલંકીના ૪ પ્રશ્નો મળી કુલ ૬૮ પ્રશ્નો રજૂ થયા હતા. જૈ પૈકી બેઠકમાં ઉપસ્થિત સાંસદ હસમુખભાઇ પટેલ અને ધારાસભ્ય જીજ્ઞેશકુમાર સેવક, કનુભાઇ દેસાઇ, સંજયભાઇ સોલંકી, બાબુભાઇ બોખરિયા, શિવાભાઇ ભૂરિયા અને બળદેવજી ઠાકોરના પ્રશ્નનો પરામર્શ કરી સંતોષકારક ઉત્તરો પાઠવ્યા હતા.

Crime / અહીં નોધાયો ગુજસીટોક અંતર્ગત વધુ એક ગુનો, અંધારી આલમમાં ફફડા…

આ પરામર્શ બેઠકમાં રાજય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, શિક્ષણ સચિવ  ર્ડા. વિનોદ રાવ, ગૌ સંવર્ધન સચિવ નલીન ઉપાધ્ય સહિત સંબંધિત વિભાગના સચિવઓ અને ખાતાના વડાઓએ ઉપસ્થિત રહીને પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો.

કૃષિ આંદોલન / કેન્દ્ર સરકારને આંચકો, સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…