દીપડાની દહેશત/ જૂનાગઢમાં ફરી એકવાર દીપડાની લટાર,લોકોમાં ભારે ફફડાટ,વન વિભાગ ટીમ એકશનમાં

જૂનાગઢમાં ફરી એકવાર દીપડાની લટાર મારતો નજરે પડ્યો,દોલતપરા અને કેમ્બ્રિજ સોસાયટી બાદ મોતીબાગ પાસે દીપડાે લટાર મારતો જાેવા મળ્યો હતો,

Top Stories Gujarat
5 2 1 જૂનાગઢમાં ફરી એકવાર દીપડાની લટાર,લોકોમાં ભારે ફફડાટ,વન વિભાગ ટીમ એકશનમાં
  • વધુ એક વાર શહેરમાં દીપડાની લટાર
  • દોલતપરા અને કેમ્બ્રિજ સોસાયટી બાદ મોતીબાગ પાસે દીપડાની લટાર
  • મોતીબાગ પાસે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના વાડી વિસ્તારમાં દેખાયો દીપડો
  • સ્વામિનારાયણ મંદિરનું વાડી વિસ્તાર કાળવા નદીથી નજીક આવેલું છે
  • દીપડાએ દેખા દેતા ભયનો માહોલ
  • ઘટનાની જાણ થતા વન વિભાગ એ મૂક્યા પાંજરા
  • દીપડાને પકડવા વન વિભાગની ટીમો લાગી કામે

જૂનાગઢમાં ફરી એકવાર દીપડાની લટાર મારતો નજરે પડ્યો,દોલતપરા અને કેમ્બ્રિજ સોસાયટી બાદ મોતીબાગ પાસે દીપડાે લટાર મારતો જાેવા મળ્યો હતો, મોતીબાગ પાસે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના વાડી વિસ્તારમાં દેખાયો દીપડો જોવા મળ્યો હતો, દીપડાની લટારની ઘટના વધતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે.રાત્રિના સમયમાં લોકો બહાર નીકળથા પણ દહેશત અનુભવી રહ્યા છે.દીપડા જોવાની ઘટના વધતા વન વિભાગે તેને પકડવા માટે કમરકસી છે.,વન વિભાગ દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે.,વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી સ્થાનિક લોકોની માંગ છે.

દસ દિવસમાં દીપડાના હુમલાઅને દેખા દીધાની ચાર ઘટના..

1.ગત 24 તારીખના જુનાગઢ ગીરનારની લીલી પરિક્રમા કરવા આવેલ એક પરિવારની 11 વર્ષની દીકરીને દીપડાએ ફાડી ખાધી હતી. જેને લઇ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો.

2.ગિરનાર જંગલ નજીક આવેલા દોલતપરાના કિરીટ નગર વિસ્તારમાં સીડા પરિવારના બે વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે માતાએ બાળકને દીપડાના મોઢામાંથી છોડાવ્યો હતો આ હુમલામાં દીપડાએ બે વર્ષના પુત્રનું માથું પકડી લેતા ચામડી સહિત વાળ નીકળી ગયા હતા.જેને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે દીપડાને પકડવા વનવિભાગે પાંજરું મૂક્યું હતું પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી.

3..જૂનાગઢના કેમ્બ્રિજ વિસ્તારમાં સમી સાંજે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા આ વિસ્તારમાં દીપડાના સગર દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ વિસ્તારમાંથી પણ હજુ સુધી દીપડો પકડાયો નથી.

4..આજે શહેરની મધ્યમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વાડી વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી