Houthi Attack/ હુથી બળવાખોરોના મિસાઈલ હુમલા બાદ ક્રૂએ બ્રિટિશ જહાજને લાલ સમુદ્રમાં છોડી દીધું

લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા વધુ એક આતંકી હુમલો કરવામાં આવ્યો. હુથી બળવાખોરોએ બ્રિટિશ જહાજને નિશાન બનાવતા મિસાઈલ હુમલો કર્યો.

Top Stories World
YouTube Thumbnail 2024 02 20T170908.834 હુથી બળવાખોરોના મિસાઈલ હુમલા બાદ ક્રૂએ બ્રિટિશ જહાજને લાલ સમુદ્રમાં છોડી દીધું

લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા વધુ એક આતંકી હુમલો કરવામાં આવ્યો. હુથી બળવાખોરોએ બ્રિટિશ જહાજને નિશાન બનાવતા મિસાઈલ હુમલો કર્યો. મિસાઈલ હુમલાના કારણે જહાજ પરના ક્રૂ મેમ્બર્સે જહાજને સમુદ્રમાં છોડી દીધું. મીડિયો રિપોર્ટ મુજબ હુથી બળવાખોરોએ ફરી લાલ સમુદ્ર પર વેપારી જહાજ પર હુમલો કર્યો. સ્થાનિક સમય મુજબ રવિવારને સાંજે કરવામાં આવેલ હુમલામાં બે-એન્ટ્રલ શિપ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા બેલીજ કે ફ્લૈગવાળા રૂબીમાર જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. સોમવારે યુએસ સેન્ટ્ર્લ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ હુમલાની જાણકારી આપી.

આ હુમલાની જાણકારી આપતા જણાવ્યું કે હુમલાના સંકટના કોલ પછી સંગઠન યુદ્ધ પોત અને એક અન્ય કમર્શિયલ જહાજ રુબીમારને ક્રૂની પાસના બંદરગાહ પર લઈ જવામાં આવ્યું. જણાવી દઈએ કે નવેમ્બર પછીથી યમનના હુથી બળવાખોરોના લાલ સમુદ્રમાં વેપારી જહાજ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા વધ્યા છે. જ્યારે ઇરાન સમર્થિત આતંકી જૂથનું કહેવું છે કે ઇઝરાયલ, અમેરિકા અને બ્રિટેન સાથે જોડાયેલા જહાજોને લાલ સમુદ્ર ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમનું માનવું છે કે ગાઝામાં ચાલી રહેલ યુદ્ધ અને વેસ્ટર્ન એરસ્ટ્રાઇકની પ્રતિક્રિયારૂપે હુતીઓ દ્વારા થતા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

હુતીઓ દ્વારા તાજેતરમાં મિસાઈલથી કરવામાં આવેલ હુમલો એ બ્રિટિશનું રુબીમાર શિપ એક નાનું જહાજ છે. ઇક્વેસિસ ઇન્ટરનેશનલ સામુદ્રિક ડેટા મુજબ ઇંગ્લેડના સાઉથેમ્પ્ટનના માલિકના નામે આ જહાજની નોંધણી કરવામાં આવી છે. હુથી વિદ્ર્હીઓના પ્રવક્તાએ જણાવ્યું કે એક અજ્ઞાત બ્રિટિશ જહાજ જેના પર હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ રીતે ડૂબી ગયું છે. જો કે હુથી વિદ્રોહીઓના આ દાવાની સ્વતંત્ર ચકાસણી કરવામાં આવી નથી. કેમકે યુએસ સેન્ટ્ર્લ દ્વારા આપવામાં આવેલ માહિતીમાં જહાજ ડૂબવાની બાબત જણાવવામાં આવી નથી. યુકે મેરીટાઇમ ટ્રેડ ઑપરેશંસ કે પાસ ઘટના પર કોઈ અપડેટ નથી. તેમજ માલિકો દ્વારા પણ આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

લાલ સમુદ્ર પર બ્રિટિશ જહાજ પર કરવામાં આવેલ હુમલાને લઈને શિપ કંપનીના અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં હુતીઓ દ્વારા પ્રથમ શિપના એન્જિન રૂમ અને સામે આવેલ ભાગ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હોવાની પણ કોઈ માહિતી સામે આવી નથી. બ્રિટિશ હોય કે અમેરિકા વેપારી જહાજ માટે લાલ સમુદ્ર જ એક મુખ્ય માર્ગ છે જ્યાં દર વર્ષે 12 ટકાથી વધુ વેપારી જહાજની અવર-જવર થતી હોય છે. વેપારની દ્રષ્ટ્રિએ સમુદ્ર માર્ગ વધુ ઉત્તમ માર્ગ હોવાથી આ માર્ગે જ વેપારી જહાજો આવન-જાવન કરે છે. પરંતુ ગાઝા યુદ્ધ બાદ સ્થિતિ બદલાતા હુતી વિદ્ર્હીઓ લાલ સમુદ્રના વેપારી જહાજ પર એક પછી એક હુમલાઓ વધ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર

આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કહ્યું- અમેઠીમાં હાજર છું, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માર્યો ટોણો, કહ્યું- સ્વાગત માટે પ્રતાપગઢ અને સુલતાનપુરથી લોકોને લાવવા પડ્યા

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ