સાગર સંઘાણી- પ્રતિનિધિ, જામનગર
જામનગર નજીક વિજરખી ડેમમાં બે દિવસ પહેલા ૧૬ વર્ષ ના એક તરુણે ડેમના પાણીમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી હતી, જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકનાજ ચાર મિત્રો, કે જેઓએ તેનો માર મારતો વિડીયો બનાવ્યો હતો, અને તે વિડીયો ડીલીટ કરવા માટે પૈસા ની માંગણી કરી વધુ માર મારવા માટે ત્રાસ ગુજરતા હોવાથી તેઓના ત્રાસથી કંટાળી જઈ ડેમમાં ઝંપલાવી દીધું હોવાનું જાહેર થયું છે. મૃતકની માતાની ફરિયાદ ના આધારે પોલીસે ચારેય મિત્ર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદિર અબ્બાસ અલી આરબ નામના ૧૬ વર્ષના તરૂણે બે દિવસ પહેલાં જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ડેમમાં ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી હતી.
જેણે પોતાના મોબાઈલ ફોનમાં “અચ્છા ચલતાહું દુવાઓમેં યાદ રખના” ગીત સાથેનું પોતાના અંતિમ વિડીઓ સાથેનું સ્ટેટસ મૂકીને આપઘાત કરી લીધો હતો.
જે બનાવ પછી મૃતકની માતાએ સમગ્ર પ્રકરણમાં પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મૃતક અબ્દુલ કાદિર કે જેના મિત્રો જામનગરમાં રહેતા તોફિક ઉર્ફે ભાણેજ ખીરા, કામિલ ખેરાણી અને તેના અન્ય બે મિત્રો કે જે ચારેયએ મળીને થોડો સમય પહેલાં અબ્દુલ કાદિરને માર માર્યો હતો, અને તેનો વિડીયો બનાવી લીધો હતો. જે વિડીયો ઈંસ્ટાગ્રામ માં વાયરલ પણ કર્યો હતો.
જે વિડીયો ડીલીટ કરવા માટે અબ્દુલ કાદિરને અવારનવાર ધાકધમકી આપતા હતા, અને વિડીયો ડીલીટ કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરતા હતા. જે પૈસા આપ્યા ન હોવાથી ફરીથી ચારેય મિત્રો માર મારશે, તેવી ધાકધમકીઓ પણ આપ્યા રાખતા હતા.
જેથી આખરે અબ્દુલ કાદિરે ચારેય મિત્રોના શારીરિક અને માનસિક ત્રાસ થી કંટાળી જઇ ડેમમાં ઝંપલાવી આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.
જેથી પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી.સોઢા એ મૃતક અબ્દુલ કાદિરની માતા સુલતાનાબેનની ફરિયાદના આધારે તેના પુત્રને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર તોફિક ખીરા અને કામિલ ખેરાણી સહિત ચારેય શખ્સો સામે આઇપીસી કલમ ૩૦૫ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: