Not Set/ આનંદો સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રીયન, 14 બસો તમને લેવા માટે અમરેલીથી આવી રહી છે

સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રીયન માટે આનંદ દાયક સમાચાર આવી ગયા છે. જી હા સુરતમાં ફસાયેલા લોકોને લેવા માટે સૌરાષ્ટ્રમાંથી બસો રવાનાં કરી દેવામાં આવી છે. વિગત વાર વાત કરવામાં આવે તો લોકડાઉનનાં કારણે સુરતમાં સૌરાષ્ટ્રનાં અનેક લોક ફસાયેલા જોવામાં આવી રહ્યા છે. રોજી રોટીની ખોજમાં સુરત પહોંચેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા છે અમરેલી જીલ્લાની. ત્યારે હાલ કોરોનાનાં […]

Gujarat Others
1d83d93f5cc13e477fd18eb157b178f1 1 આનંદો સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રીયન, 14 બસો તમને લેવા માટે અમરેલીથી આવી રહી છે

સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રીયન માટે આનંદ દાયક સમાચાર આવી ગયા છે. જી હા સુરતમાં ફસાયેલા લોકોને લેવા માટે સૌરાષ્ટ્રમાંથી બસો રવાનાં કરી દેવામાં આવી છે. વિગત વાર વાત કરવામાં આવે તો લોકડાઉનનાં કારણે સુરતમાં સૌરાષ્ટ્રનાં અનેક લોક ફસાયેલા જોવામાં આવી રહ્યા છે. રોજી રોટીની ખોજમાં સુરત પહોંચેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા છે અમરેલી જીલ્લાની. ત્યારે હાલ કોરોનાનાં કહેરને કારણે લોકડાઉન લાગુ હોવાથી ઘંઘો રોજગાર બંઘ હોય લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાના કારણે માદરે વતન જવા આતુરતાથી લાંબા સમચથી રાહ જોઇ રહ્યા હતા.

માદરે વતન પરત ફરવા માટે રાહ જોતા લોકો માટે અમરેલી અને બગસરા એસટી ડેપોની 14 બસ લોકોને સુરતથી લેવા રવાના કરાઈ છે. આ તમામ બસો અમરેલી અને બગસરા એસટી ડેપોથી સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વતનની વાટે રહ જોઇ રહેલા લોકો માટે  રવાના કરવામાં આવી છે. 

અપણે જણાવી દઇએ કે, આ તમામ બસોમાં જે લોકોને મંજૂરી હશે એ લોકોને સરકારની ગાઈડલાઇન્સ મુજબ એસટી બસમાં વતન પરત લાવશે. સુરતમાંથી અમરેલી પરત આવતા લોકોને સરકારશ્રી ની સૂચના મુજબ આરોગ્યની ચકાસણી બાદ મુસાફરી કરવા દેવામાં આવશે. તો અમરેલી જીલ્લામાં આવ્યા બાદ સરકારની માર્ગદર્શીકા પ્રમાણે જ વર્તવાનું પણ રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન