Not Set/ અરવલ્લીમાં SMCના ચેરમેન લાંચ લેતા ઝડપાયા

અરવલ્લી પ્રાથમિક શાળાના SMCના ચેરમેન લાંચ લેતા ઝડપાયા હતા. SMCના ચેરમેનને ACBના અધિકારીઓએ રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે અલફલા નગર પ્રાથમિક શાળાના SMCના ચેરમેન સીદીક હુસેન દલુમિયાએ આચાર્યની અનિમિયતતા અને અસભ્યતાને લઇને કલેકટરને અરજી કરી હતી. આ અરજી કર્યાની જાણ આચાર્યને થતાં આચાર્યએ SMCના ચેરમેને અરજી પાછી લેવા માટે […]

Gujarat
corruption 759 અરવલ્લીમાં SMCના ચેરમેન લાંચ લેતા ઝડપાયા

અરવલ્લી પ્રાથમિક શાળાના SMCના ચેરમેન લાંચ લેતા ઝડપાયા હતા. SMCના ચેરમેનને ACBના અધિકારીઓએ રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે અલફલા નગર પ્રાથમિક શાળાના SMCના ચેરમેન સીદીક હુસેન દલુમિયાએ આચાર્યની અનિમિયતતા અને અસભ્યતાને લઇને કલેકટરને અરજી કરી હતી. આ અરજી કર્યાની જાણ આચાર્યને થતાં આચાર્યએ SMCના ચેરમેને અરજી પાછી લેવા માટે કહ્યું હતું. આ દરમિયાન ચેરમેને આચાર્ય પાસેથી રૂ.1 લાખની લાંચ માંગણી કરી હતી અને ત્યારબાદ આ બન્ને વચ્ચે થોડી રકઝક થઇ હતી અને રૂ.50 હજાર આપાવની ડીલ ફિક્સ થઇ હતી. ત્યારબાદ આ ધટના અંગે આચાર્યએ ACBમાં જાણ કરી હતી અને ACBએ ટ્રેપ ગોઠવી હતી અને આ લાંચીયા ચેરમેનને રૂ.50 હજાર લેતાં ઝડપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે..