જુઓ વીડિયો/ સબજેલના કેદીઓએ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી રિલ, વીડિયોમાં જોઇ શકાય છે ખાસ અંદાજ

જેલમાં લાલિયાવાડી ચાલતી હોય તેનો પુરાવો આપતો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Gujarat Rajkot Others
YouTube Thumbnail 88 સબજેલના કેદીઓએ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી રિલ, વીડિયોમાં જોઇ શકાય છે ખાસ અંદાજ

ગુજરાતની જેલોમાં લાલિયાવાડી ચાલતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. અનેકો વખત જેલમાંથી ફોન પણ મળી આવ્યા છે. તો કેટલીવાર કેદીઓ દ્વારા જેલની અંદરથી વીડિયો બનાવીની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આવા જ વધુ બે વીડિયો હાલ સામે આવ્યા છે. જેમાં એક વીડિયો રાજકોટ તો બીજી ધ્રાંગધ્રાનો હોવાનું કહેવાય રહ્યું છે.

ધ્રાંગધ્રા સબજેલમાં રાખવામાં આવેલા પાટડીના કેદીએ ઇન્સ્ટાગ્રામમાં રિલ બનાવી વાયરલ કરી છે. હાલ આ રિલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ‘જેના બાપનો છેડો મજબૂત હોય તેનો દીકરો વાઘ જ થશે અને થોડું માપમાં રહો તો જ સારું રહેશે’ ગીત સાથે વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામના રિલ સેક્શનમાં અપલોડ કર્યો હતો. ત્યારે આ સાથે જ વીડિયો વાયરલ થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, પાટડીના આ કેદીએ હત્યાની કોશિશ કરી હતી અને તેને સજા ફટકારવામાં આવી હતી. આરોપીનું નામ વિશાલ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.

બીજો વીડિયો રાજકોટનું હોવાનું કહેવાય રહ્યું છે. આમાં જોઈ શકાય છે કે, જેલમાં બંધ યુવાન મૂછે તાવ દઈ રહ્યા છે. એટલું જ નહીં આ લોકોએ વીડિયો તો બનાવ્યો સાથે સાથે તેને વાયરલ પણ કર્યો છે.

 હાલ તો મંતવ્ય ન્યૂઝ આ બન્ને વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું.


whatsapp ad White Font big size 2 4 સબજેલના કેદીઓએ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી રિલ, વીડિયોમાં જોઇ શકાય છે ખાસ અંદાજ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા