સુરત/ કતારગામમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકી

સુરત શહેરમાં નવજાત મળી આવવાના કિસ્સા યથાવત રહેવા પામ્યા છે. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 90 2 કતારગામમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં નવજાત મળી આવવાના કિસ્સા યથાવત રહેવા પામ્યા છે. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. આ બાળકીને કીડીઓ કરડી રહી હોવાથી રડી રહી હતી. જેથી રાહદારીની નજર પડતા તેને 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ આ બાળકીને એનઆઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, કતારગામ બાળ આશ્રમ રોડ પર એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. કીડીઓ કરડવાથી બાળકીનો રડવાનો અવાજ આવતો હતો. જેથી વિજય નામના એક રાહદારીની નજર પડી હતી. રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

કોઈ માતાએ પોતાના પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોવાથી લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. હાલ તો સુરત સિવિલ પોલીસ ચોકીમાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી છે.

પોલીસ પણ બાળકીને ત્યજી દેનારને શોધી રહી છે.સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, આ બાળકીનું વજન 1.8 કિલોગ્રામ છે. બાળકીના શરીર પર ઉજરડા અને કીડીઓ કરડી હોવાના નિશાન છે. બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેની હાલત સ્ટેબલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો