Not Set/ ટીમ ઈન્ડિયા માટે બેંગલુરુનું મેદાન રહ્યુ છે Unlucky, જાણો કારણ

ટીમ ઈન્ડિયા રવિવારે બેંગલુરુનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની ટી-20 શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ રમશે. બેંગલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટીમ ઈન્ડિયા માટે કઇ ખાસ રહ્યું નથી. અહીં ભારતે અત્યાર સુધીમાં કુલ 4 ટી-20 મેચ રમી છે, જેમાં ટીમ ઈન્ડિયા બે મેચમાં જીત અને બે મેચમાં હારનો સામનો કરી ચુકી છે. આ અર્થમાં, એમ.ચિન્નાસ્વામી […]

Top Stories Sports
team ટીમ ઈન્ડિયા માટે બેંગલુરુનું મેદાન રહ્યુ છે Unlucky, જાણો કારણ

ટીમ ઈન્ડિયા રવિવારે બેંગલુરુનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની ટી-20 શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ રમશે. બેંગલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટીમ ઈન્ડિયા માટે કઇ ખાસ રહ્યું નથી. અહીં ભારતે અત્યાર સુધીમાં કુલ 4 ટી-20 મેચ રમી છે, જેમાં ટીમ ઈન્ડિયા બે મેચમાં જીત અને બે મેચમાં હારનો સામનો કરી ચુકી છે. આ અર્થમાં, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટી-20 મેચોમાં ભારતનો સફળતાનો દર ફક્ત 50 ટકા રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ 23 માર્ચ, 2016 નાં રોજ આ મેદાન પર એક આકર્ષક મેચમાં બાંગ્લાદેશને એક રનથી હરાવ્યું હતું. આ પછી, 1 ફેબ્રુઆરી 2017 નાં રોજ, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતુ. જોકે ભારતને 25 ડિસેમ્બર 2012 નાં રોજ આ મેદાન પર પાકિસ્તાનથી પાંચ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને 27 ફેબ્રુઆરી 2019 નાં રોજ ઓસ્ટ્રેલિયાથી સાત વિકેટથી પરાજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં આવેલ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ લકી સાબિત થયું છે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની જીત ટકાવારી 100 ટકા રહી છે. ઓસ્ટ્રેલિયાએ અહીં કુલ બે મેચ રમી છે અને તે બંનેમાં જીત મેળવી છે. 21 માર્ચ 2016 ના રોજ કાંગારૂઓએ બાંગ્લાદેશને 3 વિકેટથી અને 27 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતને સાત વિકેટથી હરાવ્યું હતું. આ મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝે પણ એક મેચ પણ રમી છે, જેમાં તેણે 20 માર્ચ, 2016 નાં રોજ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.