Not Set/ લોકસભા ચુંટણી 2019: અમેઠી સાથે કેરળની વાયનાડ બેઠકથી પણ ચુંટણી લડી શકે છે રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. શનિવારે કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રને બીજી બેઠક વિશે માહિતી આપી છે. તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી અમેઠી બેઠકના સાથે સાથે કેરળમાં પાર્ટીની મજબૂત માનવામાં આવતી વાયનાડ સંસદીયથી પણ લડી શકે છે. રામચંદ્રને દાવો કર્યો છે કે કોંગ્રેસ પ્રમુખ […]

Top Stories India Trending Politics
arm 6 લોકસભા ચુંટણી 2019: અમેઠી સાથે કેરળની વાયનાડ બેઠકથી પણ ચુંટણી લડી શકે છે રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. શનિવારે કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રને બીજી બેઠક વિશે માહિતી આપી છે. તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી અમેઠી બેઠકના સાથે સાથે કેરળમાં પાર્ટીની મજબૂત માનવામાં આવતી વાયનાડ સંસદીયથી પણ લડી શકે છે. રામચંદ્રને દાવો કર્યો છે કે કોંગ્રેસ પ્રમુખ આ માટે તૈયાર છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરના સંસદ છે, જ્યાં તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં તેમનો સામનો ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીથી થશે.

વાયનાડ બેઠક વિશે વાત કરતા કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રન કહે છે, ‘આ વિશે એક મહિનાથી વાત ચાલી રહી હતી. પહેલા રાહુલ ગાંધી બે બેઠકો માટે તૈયાર નહોતા. પછીથી તેઓ તૈયાર થઈ ગયા.

તો ત્યાં જ કોંગ્રેસના નેતા ઓમાન ચાંડીએ એવો દાવો કર્યો છે કે, “કેરળ કોંગ્રેસ સમિતિએ રાહુલ ગાંધીથી  વિનંતી કરી છે કે તે કેરળની એક બેઠકથી ચુંટણી લડે.તે બેઠક વાયનાડ છે. રાહુલ ગાંધીનો જવાબ ક્યારે પણ આવી શકે છે. ‘

કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગુંડુ રાવને રાહુલને તેમના રાજ્યમાંથી ચૂંટણી લડવા માટે કહ્યું, તો કેરળ કોંગ્રેસ પણ વાયનાડ મતવિસ્તારથી ચૂંટણી લડવા માટે ગાંધીની ચૂંટણીની રણનીતિ સમજાવવાના પ્રયાસ કરી રહી છે.

arm 7 લોકસભા ચુંટણી 2019: અમેઠી સાથે કેરળની વાયનાડ બેઠકથી પણ ચુંટણી લડી શકે છે રાહુલ ગાંધી

આપને જણાવી દઈએ કે વર્ષ 2014 માં કોંગ્રેસનું ગઢ અમેઠીમાં સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને કડી ટક્કર આપી અને જીતના અંતરમાં ઘટાડો કર્યો. 2014 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 મત મળ્યા હતા. જયારે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300, 74 મત મળ્યા હતા. આ રીતે જીતનું અંતર 1,07,000 મતો જ રહ્યું ગયું હતું. જયારે 2009 માં કોંગ્રેસ અધ્યક્ષની જીતનું અંતર 3,50,000 કરતા વધારે રહ્યું હતું.