Gujarat Visit/ આજે PM મોદી ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ ભરૂચના આમોદ થી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે.

Top Stories Gujarat
9 10 આજે PM મોદી ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ ભરૂચના આમોદ થી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે. જંબુસરમાં અંદાજે રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂ.૧૨૭.૫૮ કરોડના ખર્ચે રાજયમાં આકાર પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્કનું ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી રૂ.૧૦૦ કરોડના ખર્ચે અકલેશ્વર એરપોર્ટ ફેઝ–1 ની કામગીરીનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે.

ભારતને ફાર્માશુટિકલ દિશામાં આત્મનિર્ભર બનાવવાના પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્કની આધારશીલા રાખશે.વર્ષ 2021-2022માં આ ડ્રગ્સની દવાની કુલ આયાતમાં 60 ટકાથી વધુ યોગદાન હતું. આ યોજના આયાત રીપ્લેસમેન્ટ સુનિશ્ચીત કરવા અને બલ્ક ડ્રગ્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં સહાયતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. પ્રધાનમંત્રી ડીપસી યોજનાની આધારશીલા રાખશે. તેમા ઔદ્યોગીક સંપત્તિમાં ટ્રીટમેન્ટ કરેલા ગંદા પાણીના નિકાલમાં સહાય થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી અંકલેશ્વર એરપોર્ટનું પ્રથમ ચરણ તેમજ અંકલેશ્વર અને પાનેલીમાં બહુસ્તરીય ઔદ્યોગીક શેડના વિકાસનો સમાવેશ થાય છે. જેમા એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રને ઉત્તેજન મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી અમદાવાદમાં શૈક્ષણીક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદધાટન કરશે. જેનાથી અમદાવાદમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણીક સંકુલ બનાવવાનો વર્ષો જુનું સપનું પૂર્ણ થશે. જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે તમામ સુવિધાઓ હશે. પ્રથમ તબક્કામાં 12 માળની હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. જેમા 116 રુમો છે. જેમા 400 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે જેની કિંમત 20 કરોડ છે. જેનો શિલાન્યાસ વર્ષ 2013માં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યો હતો. પ્રધાનમંત્રી જામનગરમાં 1 હજાર 460 કરોડથી વધુ રકમની યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના સિચાઇ, વિજળી,, જળ, શહેરી માળખાગત સુવિધા સંબંધીત છે.

પ્રધાનમંત્રી મોદીનાં આમોદ ખાતેના કાર્યક્રમ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 9 એસ.પી, 19 ડી.વાય.એસ.પી સહિત 1800 થી વધુ સુરક્ષા કર્મીઓની બંદોબસ્તમાં ગોઠવાયા છે. એક એસ.આર.પી કુમક, 30 બોડી વોર્ન કેમેરા તેમજ 83 વોકી ટોકી અને 14 ઘોડા પણ સુરક્ષા વ્યવસ્થામા સામેલ છે.  સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લાને ’”નો ડ્રોન એરિયા” જાહેર કરવામાં આવ્યો છે. જંબુસર સ્ટેટ હાઇવે પર સોમવારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં 780 એસ.ટી.બસો ની ફાળવણી કરાઈ છે.