Not Set/ PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બંગાળથી ખાસ મહેમાનોને બોલાવશે BJP, તૈયાર કર્યુ લિસ્ટ

ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળથી ખાસ મહેમાનોને બોલાવવા જઈ રહી છે. બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે 54 ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઇ છે તેમાં પરિવારવાળાને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓને દિલ્હીમાં જ રોકવામાં આવશે. બીજેપીએ એવો આક્ષેપ કર્યો છે કે આ કાર્યકર્તાઓ રાજકીય હિંસાના ભોગ બનેલા છે. ભાજપે આ બધા કાર્યકર્તાની […]

Top Stories India
HFFKSDJ 5 PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બંગાળથી ખાસ મહેમાનોને બોલાવશે BJP, તૈયાર કર્યુ લિસ્ટ

ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળથી ખાસ મહેમાનોને બોલાવવા જઈ રહી છે. બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે 54 ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઇ છે તેમાં પરિવારવાળાને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓને દિલ્હીમાં જ રોકવામાં આવશે. બીજેપીએ એવો આક્ષેપ કર્યો છે કે આ કાર્યકર્તાઓ રાજકીય હિંસાના ભોગ બનેલા છે. ભાજપે આ બધા કાર્યકર્તાની સૂચિ તૈયાર કરી છે. પક્ષે દરેક કાર્યકરના નામની સાથે કહ્યું છે કે તેમની હત્યા ક્યાં અને કેવી રીતે થઈ?

બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ગુરુવારે યોજવામાં આવેલ શપથ ગ્રહણ સમારોહમાં દરેક પ્રદેશોના રાજ્યપાલો, મુખ્યમંત્રી અને પ્રમુખ વિરોધ પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે જે વિપક્ષ નેતાઓને નેતાઓ આમંત્રિત કરવામાં અવાય છે. તેમાંથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી,જેડી (એસ) ના નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને આપ પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું છે કે તમામ મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો, પૂર્વ વડાપ્રધાનો અનેપૂર્વ રાષ્ટ્રપતિઓને કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે આ સમારોહ માટે તમામ મોટા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી મોદી અને તેમના મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ માટે શપથ લેવડાવશે. લોકસભાની ચૂંટણીઓમાં એકબીજા પર તીવ્ર પ્રહારો કર્યા પછી, વિપક્ષી નેતાઓને મોદીથી તેમના સુધી પહોંચવાનો પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

આ ઉપરાંત, બિમ્સટેક દેશોએ તમામ નેતાઓને શપથવિધિ સમારોહમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે. વિદેશી મંત્રાલયે જણાવ્યું છે કે મોરિશસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જગન્નાથ અને કિર્ગીસ્તાન ના રાષ્ટ્રપતિ એસ જીનબેકોવનાને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિ કુમારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેત્રીપાલા સિરીસેના અને નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ પણ કાર્યક્રમમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે મ્યામાંના રાષ્ટ્રપતિ યુ વિન મિન્ટ અને ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે પણ  આ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. કુમારે જણાવ્યું હતું કે થાઇલેન્ડથી વિશેષ દૂત ગ્રિસડા બોનરેક સમારોહમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે. ભારત સિવાય બિમ્સટેકમાં બાંગ્લાદેશ, મ્યામાં, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે.