Not Set/ એમેઝોનના નવા હેડ ક્વાર્ટર ૩૬,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે આ બે શહેરમાં

સાન ફ્રાન્સિસ્કો ઓનલાઈન શોપીગ એટલે કે એમેઝોન કંપનીના નવા હેડક્વાર્ટર હવે ન્યોયોર્ક અને ઉત્તર વર્જીનીયામાં બનવાના છે. સોમવારે આ સમાચાર વોલ સ્ટ્રીટ જર્નલમાં જણાવવામાં આવ્યા હતા. હાલ આ કંપનીનું મુખ્ય કાર્યાલય અમેરિકામાં સીએટલ શહેરમાં છે. વર્ષ ૨૦૧૭માં સપ્ટેમ્બર મહિનાથી જ આ કંપનીએ હેડ ક્વાર્ટર બનાવવા માટે જગ્યા શોધવાનું ચાલુ કરી દીધું હતું. તમને જણાવી દઈએ […]

Top Stories World Trending Business
amazon એમેઝોનના નવા હેડ ક્વાર્ટર ૩૬,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે આ બે શહેરમાં

સાન ફ્રાન્સિસ્કો

ઓનલાઈન શોપીગ એટલે કે એમેઝોન કંપનીના નવા હેડક્વાર્ટર હવે ન્યોયોર્ક અને ઉત્તર વર્જીનીયામાં બનવાના છે.

સોમવારે આ સમાચાર વોલ સ્ટ્રીટ જર્નલમાં જણાવવામાં આવ્યા હતા. હાલ આ કંપનીનું મુખ્ય કાર્યાલય અમેરિકામાં સીએટલ શહેરમાં છે.

વર્ષ ૨૦૧૭માં સપ્ટેમ્બર મહિનાથી જ આ કંપનીએ હેડ ક્વાર્ટર બનાવવા માટે જગ્યા શોધવાનું ચાલુ કરી દીધું હતું.

તમને જણાવી દઈએ કે એમેઝોન તેના આ નવા હેડ ક્વાર્ટર બનાવવા માટે ૩૬,૫૦૦ કરોડ  રૂપિયા ખર્ચ કરશે.આવનારા ૧૦ થી ૧૫ વર્ષમાં ઘણા લોકોને સારી એવી રોજગારી મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે નવા હેડ ક્વાર્ટર માટે એમેઝોનને કુલ ૨૩૮ શહેરમાંથી પ્રસ્તાવ મળ્યા હતા. તો બીજી તરફ કંપનીએ આ વસ્ર્હે જાન્યુઆરી મહિનામાં શોર લિસ્ટમાં ૨૦ શહેર નક્કી રાખ્યા હતા.

એમેઝોનના અધિકારીઓએ જગ્યા નક્કી કરવા માટે અમેરિકા અને કેનેડાની ઘણી મુલાકાત લઈને સર્વે કર્યો હતો.