સોમવારે મુંબઈમાં આશરે ચાર કિલોમીટર જેટલા ક્ષેત્રમાં ભીષણ આગ લાગી હતી. ગોરેગાવમાં આઈટી પાર્ક પાસે આ આગ મહામહેનત પછી મંગળવારે ઓલવાઈ હતી.
મળતી માહિતી મુજબ કોઈ જાન-હાનિના સમચાર મળ્યા નથી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડને આશરે સાંજે ૬ : ૩૦ વાગ્યે લાગ્યા હોવાના સમાચાર મળ્યા હતા. માહિતી મળતા ૧૦ ફાયર એન્જીન ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
વનવિભાગની ટીમ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમને ડર છે કે સમૃદ્ધ વનસ્પતિઓ અને જીવો પર સંકટ આવી શકે છે.
એસજીએનપી જંગલ વિસ્તારમાં અલગ-અલગ પક્ષીઓ. વનસ્પતિઓ , મોર અને હરણ જેવા અનેક નાના-મોટા પશુ-પંખી રહે છે.
જો કે આ આગ શા કારણે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.