Harni Boat Accident/ વડોદરા હરણી બોટ હોનારત બાદ દ્વારકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું, ગોમતી નદી અને શિવરાજપુર બીચ ખાતે ચેકિંગ હાથ ધરાયું

વડોદરા હરણી બોટ હોનારત બાદ દ્વારકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. દ્વારકામાં ગોમતી નદી અને શિવરાજપુર બીચ ખાતે અનેક રાઈડ્સ ચાલતી હોવાથી તંત્ર સજાગ થયું….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 19T180439.641 વડોદરા હરણી બોટ હોનારત બાદ દ્વારકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું, ગોમતી નદી અને શિવરાજપુર બીચ ખાતે ચેકિંગ હાથ ધરાયું

Dwarka News: વડોદરા હરણી બોટ હોનારત બાદ દ્વારકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. દ્વારકામાં ગોમતી નદી અને શિવરાજપુર બીચ ખાતે અનેક રાઈડ્સ ચાલતી હોવાથી તેમજ કોઈ હોનારત ન સર્જાય તેથી તંત્ર સજાગ થયું છે.

Scuba Diving in Dwarka | Price - INR 2500/ Per Person - Trip Tradition

દ્વારકા તંત્ર દ્વારા આજે સવારથી ગોમતી નદી અને શિવરાજપુર બીચ ખાતે ચાલતી રાઈડસ પર સંચાલકોને સુરક્ષા બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. ઉપરાંત, સુરક્ષાને લઈ લાઈફ જેકેટ અંગે સૂચના અપાઈ છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોર્ડ સર્વિસમાં મર્યાદિત લોકોને જ બેસાડવા તેવું સૂચન કરાયું હતું. તેમજ દરેક પ્રવાસી જે બોટમાં બેસે તેને ફરજીયાત લાઈફ જેકેટ પહેરાવવું વગેરે સૂચના અપાઈ હતી.

Okha to Bet Dwarka Boat Ride in 14 Simple Photos

Boat ride from Okha Port to Bet Dwarka (Dwarka Island), Dw… | Flickr

 

દ્વારકા ગોમતી કાંઠે દ્વારકા પોલીસ દ્વારા સર્તકતાના ભાગરૂપે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો સૂચનાનું પાલન ન થાય તો કડક પગલાં લેવામાં આવશે, તેવું જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હરણી બોટ દુર્ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી, FIRમાં ખોટુ સરનામું

આ પણ વાંચો:Power Theft/ જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચો:હરણી બોટ દુર્ઘટનાની તપાસ SITને સોંપાઈ, સમગ્ર વિગતો બાદ પગલાં લેવાશે