Not Set/ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ, 10 કિમી સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

જામનગર, જામનગર નજીક નાઘેડિ ગામમાં આવેલ પ્રાઇમ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝ કે જે મોનોમર પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આજે એકા એક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈને આ આગને કાબૂમાં લેવા જામનગર ફાયરફાઇટરો યુધ્ધના ધોરણે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આવી હતી. સતત ત્રણ  ફાયર ફાઇટરો દ્વારા આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ વિકરાળ સ્વરૂપે […]

Top Stories
rjt 2 પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ, 10 કિમી સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

જામનગર,

જામનગર નજીક નાઘેડિ ગામમાં આવેલ પ્રાઇમ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝ કે જે મોનોમર પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આજે એકા એક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈને આ આગને કાબૂમાં લેવા જામનગર ફાયરફાઇટરો યુધ્ધના ધોરણે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આવી હતી. સતત ત્રણ  ફાયર ફાઇટરો દ્વારા આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ વિકરાળ સ્વરૂપે લાગેલી આ આગ ને કારણે જામનગર નજીક રિલાયન્સ, એસ્સાર, જીએસએફસી અને એરફોર્સથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા.

rjt 3 પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ, 10 કિમી સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

સતત ફાયર ફાઇટરોની જહેમત આ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી, તો બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો જો કે આ વિકરાળ આગ નાઘેડિ થી 10 કિલોમીટરના અંતર સુધી તેના ધુમાડા દેખાયા હતા, જેને લઈને સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

rjt 4 પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ, 10 કિમી સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

ફેક્ટરી માલિકના જણાવ્યા અનુસાર આ આગ ફેક્ટરીની બહાર લાગેલા વીજ ટ્રાન્સફોર્મરમાં શૉટ સર્કિટ થવાને કારણે લાગી હોવાનો દાવો કર્યો હતો પરંતુ જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસર દ્વારા આ આગ લાગવાનુ કારણ અકબંધ હોવાનું જણાવ્યુ હતું. જો કે બપોરના સમયે આ આગ લાગતાં ફેક્ટરીના મજૂરો અંદર ન હોય અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. સતત 4 કલાકથી લાગેલી આ આગ હજુ પણ યથાવત છે જેને લઈને ફાયર ફાઇટરો દ્વારા સતત પાણી નો મારો ચલાવવામાં આવી રહ્યો છે.