ભાવ વધારો/ Crude Oil સસ્તું થયુ હોવા છતા આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

નવા દર મુજબ દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 30 પૈસા મોંઘુ થયું છે. દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 100 ની પાર પહોંચી ગયુ છે.

Top Stories Business
11 279 Crude Oil સસ્તું થયુ હોવા છતા આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આજે પણ વધી રહ્યા છે. ગુરુવારે એટલે કે આજે, પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં નવા દર જાહેર કર્યા છે. નવા દર મુજબ દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 30 પૈસા મોંઘુ થયું છે. દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 100 ની પાર પહોંચી ગયુ છે.

11 280 Crude Oil સસ્તું થયુ હોવા છતા આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

આ પણ વાંચો – Climate Change / દુનિયાભરનાં નેતાઓનાં ‘blah, blah, blah’ પર ગ્રેટા થનબર્ગે ઉડાવી મઝાક

આપને જણાવી દઇએ કે, વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું હોવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. વળી, ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો સારો સંકેત છે. પરંતુ અમેરિકી ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સસ્તા ક્રૂડનો લાભ મળી રહ્યો નથી.  નોંધનીય છે કે 24 સપ્ટેમ્બરથી ડીઝલની કિંમત ચાર ગણી અને પેટ્રોલની કિંમત ત્રણ ગણી વધી છે. 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 ને પાર કરી ગઈ છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિવિધ પરિબળો પર આધારિત છે જેમ કે USD ની સામે INR નું મૂલ્યાંકન, રિફાઇનરીઓનો વપરાશ ગુણોત્તર અને આપણા દેશમાં ઇંધણની માંગ.

11 281 Crude Oil સસ્તું થયુ હોવા છતા આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

આ પણ વાંચો – મોટું નિવેદન / કોંગ્રેસએ ACવાળા રૂમમાં બેસીને રાજનીતિ કરવાનું બંધ કરી રસ્તા પર ઉતરવું જોઇએ : અભિષેક બેનર્જી

દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. વળી, ચેન્નઈમાં પેટ્રોલ 99.36 રૂપિયા અને ડીઝલ 94.45 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત 102.17 રૂપિયા અને ડીઝલની કિંમત 92.97 રૂપિયા છે. વળી, તમે મોબાઇલ ફોન પર SMS દ્વારા દર પણ ચકાસી શકો છો. તમે 92249 92249 પર SMS મોકલીને પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશે પણ જાણી શકો છો. તમારે RSP <space> પેટ્રોલ પંપ ડીલર કોડ લખીને 92249 92249 પર મોકલવો પડશે. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગો છો, તો તમારે RSP 102072 ને 92249 92249 પર મોકલવો પડશે.