Surat/ બારડોલીના કડોદમાંથી ઝડપાયા નકલી એન્ટી કરપ્શન ઓફિસર્સ

સુરતના બારડોલીમાંથી નકલી પોલીસકર્મીઓ ઝડપાતા ફરીથી ચકચાર મચી ગઈ છે. બારડોલીના કડોદમાંથી એસીબીના કર્મીઓ હોવાનું કહી તોડ કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંને નકલી પોલીસકર્મીની ધરપકડ કરી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T171944.746 બારડોલીના કડોદમાંથી ઝડપાયા નકલી એન્ટી કરપ્શન ઓફિસર્સ

Surat News: છેલ્લા કેટલાય સમયથી નકલી ચીજવસ્તુઓ તેમજ અધિકારીઓ, નકલી તબીબ, નકલી કચેરી, ટોલનાકું સહિત નકલી ખાદ્યપદાર્થોનો પર્દાફાશ થયો હતો. સુરતના બારડોલીમાંથી નકલી પોલીસકર્મીઓ ઝડપાતા ફરીથી ચકચાર મચી ગઈ છે. બારડોલીના કડોદમાંથી એસીબીના કર્મીઓ હોવાનું કહી તોડ કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંને નકલી પોલીસકર્મીની ધરપકડ કરી છે.

સુરત જીલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામમાં સતીશ ગામીત અને મહેન્દ્ર વસાવા નામના બે શખ્સ નકલી એન્ટી કરપ્શનના કર્મીઓ બની તોડ કરતા હતા. એટલું જ નહી, તેઓ લોકોને પૈસા આપો નહીં તો તડીપાર કરી દઈશું તેવી ધાકધમકી આપી લોકોને હેરાન કરી રૂપિયા પડાવતા હતા.

ઈકો કારમાં એન્ટી કરપ્શનની પ્લેટ લગાવી રોડ પર ઉભા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે રોડ પાડી સતીશ ગામીત અને મહેન્દ્ર વસાવા નામના બે શખ્સને રંગે હાથે ઝડપ્યા હતા. શખ્સોને ઝડપી પાડી બારડોલી ગ્રામ્ય પોલીસે બંને ધરપકડ કરી છે. તેમજ ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…