જેએનયુમાં ફી વૃદ્ધિને લઇને વિદ્યાર્થીઓનો વિરોધ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં જેએનયુનાં વિદ્યાર્થીઓ આજે કનોટપ્લેસ પર માનવ સાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કરશે. જો કે વહીવટીતંત્રએ તમામ વિદ્યાર્થીઓને 50 ટકા અને બીપીએલ ધારકોને 75 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગ સાથે આજે પણ અડીગ રહ્યા છે.
વિદ્યાર્થીઓની માંગ છે કે વધેલી ફી અંગેનો નિર્ણય સંપૂર્ણ રીતે પાછો ખેંચવો જોઈએ. ભારતીય વુમન પ્રેસ ક્લબમાં છાત્રાલય ફી વધારો પાછો ખેંચવાની માગણી સાથે વિદ્યાર્થીઓ પ્રત્યે એકતા દર્શાવતા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ) ના પૂર્વ પ્રમુખો, સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને પોલિત બ્યૂરોનાં સભ્ય પ્રકાશ કરાત સહિત આજનાં વિરોધ પ્રદર્શનમાં દેશનાં વિદ્યાર્થીઓને જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ સિવાય જેએનયુનાં પૂર્વ અધ્યક્ષોએ દિલ્હી હાઈકોર્ટમાં વિદ્યાર્થીઓની સાથે થયેલી નિર્દયતા અંગે મર્યાદિત તપાસ કરવાની અપીલ કરી હતી. ઉપરાંત, જીડીપીનો 6 ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
સીતારામ યેચુરીએ કહ્યું હતું કે એવું નથી કે વહીવટીતંત્રએ અગાઉ વિદ્યાર્થી સંઘ વિરુદ્ધ કંઈ કર્યું ન હોય. ઇંદિરા ગાંધી કટોકટી દરમિયાન જેએનયુનાં કુલપતિ હતા. ઇમરજન્સીમાં થયેલા અત્યાચારનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ ઇન્દિરા ગાંધીનાં ઘર સુધી પહોચી ગયા હતા. તેમણે કહ્યું કે આ વિરોધને ‘ડાબેરી વિ ભાજપ’ ના મુદ્દા તરીકે જોવું જોઈએ નહીં. યેચુરીએ કહ્યું હતું કે જેએનયુનાં વિદ્યાર્થીઓ હંમેશા દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રદર્શન કરતા આવ્યા છે. આ વખતે પ્રશાસને પણ વિદ્યાર્થીઓ સાથે જે રીતે વ્યવહાર થયો તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આજે એટલે કે 27 નવેમ્બરનાં રોજ મનાવવામાં આવતા દેશવ્યાપી વિરોધ દિવસમાં વિદ્યાર્થીઓ સાથે એકતા બતાવી. વિદ્યાર્થીઓને જોડાવા અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.