Not Set/ NDA/ છેલ્લા 11 મહિનામાં ચાર મોટા રાજ્યોમાં સત્તા ગુમાવી, બે નાના રાજ્યોમાં સરકાર રચી

11 મહિનામાં ચાર મોટા રાજ્યોમાં સત્તા ગુમાવી બે નાના રાજ્યોમાં સરકાર રચી દેશની 40 ટકાથી વધુ કોર્પોરેટ ઓફિસ મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં લોકસભાની મહત્તમ 48 બેઠકો મહારાષ્ટ્રની કુલ જીડીપી 30 લાખ કરોડ, દેશના જીડીપીનો 14 ટકા હિસ્સો   મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારના પતન પછી રાજ્યને નવી સરકાર મળશે. […]

Top Stories
ભાજપ NDA/ છેલ્લા 11 મહિનામાં ચાર મોટા રાજ્યોમાં સત્તા ગુમાવી, બે નાના રાજ્યોમાં સરકાર રચી

11 મહિનામાં ચાર મોટા રાજ્યોમાં સત્તા ગુમાવી

બે નાના રાજ્યોમાં સરકાર રચી

દેશની 40 ટકાથી વધુ કોર્પોરેટ ઓફિસ મહારાષ્ટ્રમાં

ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં લોકસભાની મહત્તમ 48 બેઠકો

મહારાષ્ટ્રની કુલ જીડીપી 30 લાખ કરોડ, દેશના જીડીપીનો 14 ટકા હિસ્સો  

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારના પતન પછી રાજ્યને નવી સરકાર મળશે. પરંતુ આ રાજકીય ઉથલપાથલને કારણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ને પણ આંચકો લાગ્યો છે.

એનડીએએ વર્ષ 2017 માં 72% વસ્તી પર શાસન કર્યું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જ્યારે તેઓ સત્તા છોડે છે ત્યારે તેઓ વસ્તીના માત્ર 41 ટકા સુધી મર્યાદિત બની જાય છે.  જોકે, મિઝોરમ અને સિક્કિમ જેવા નાના રાજ્યો એનડીએના ખાતામાં આવી ગયા છે. આ રીતે, હવે 17 રાજ્યોમાં એનડીએની સરકાર છે. તેમાંથી 13 રાજ્યોમાં ભાજપ અને ચાર રાજ્યોના સાથી પક્ષો મુખ્ય પ્રધાન છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં એનડીએ પહેલેથી જ સત્તાથી દૂર છે, હવે આર્થિક રાજધાનીમાં ભાજપ સત્તાની બહાર છે. ઉલેખ્નીય છે કે, મહારાષ્ટ્રની કુલ જીડીપી લગભગ 30 લાખ કરોડ છે. તે દેશના જીડીપીનો 14 ટકા હિસ્સો છે.

દેશની 40 ટકાથી વધુ કોર્પોરેટ ઓફિસ મહારાષ્ટ્રમાં છે. ચૂંટણી ફંડમાં તેમનો મોટો ફાળો છે. ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં લોકસભાની મહત્તમ 48 બેઠકો છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્ર એનડીએ માટે ખૂબ મહત્વનું છે. તામિલનાડુમાં ભાજપ સરકારની સાથે છે, પરંતુ એક પણ ધારાસભ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.