#TokyoOlympic2021/ સેમિફાઈનલમાં ભારતીય પુરુષ હોકી ટીમને મળી કારમી હાર

શરૂઆતમાં સારી રમત બતાવ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમ અચાનક બેલ્જિયમ સામે પાછળ રહી ગઇ હતી. જે સ્કોર પહેલા 2-2 થી બરાબર હતો, જે બાદ બેક ટૂ બેક બેલ્જિયમએ વધુ 3 સ્કોર મેળવી 5-2 પર પોતાનો સ્કોર અર્જિત કરી દીધો હતો. 

Top Stories Sports
સેમિફાઇનલમાં
  • ટોકિયો ઓલિમ્પિક ભારત- બેલ્જિયમ પુરૂષ હોકી મેચ
  • પુરૂષ હોકી ટીમમાં ભારતની હાર
  • સેમિફાઇનલ પુરૂષ હોકીમાં ભારતની હાર
  • બેલ્જિયમ સામે ભારતની 5-2 થી હાર

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એવી ધારણા હતી કે આ વખતે ભારત ઓલિમ્પિકનાં ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ટોક્યો ઓલિમ્પિકનાં 12 માં દિવસે (3 ઓગસ્ટ), ભારતીય પુરુષ હોકી ટીમ સેમિફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ઉતરી હતી. આ સાથે 41 વર્ષમાં ટીમની સામે પ્રથમ ઓલિમ્પિક મેડલ સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય ટીમ સામે હતુ. પરંતુ સંપૂર્ણ રમતને જોતા લાગી રહ્યુ છે કે, ટીમ ઈન્ડિયા પર સેમિફાઈનલનું પ્રેસર વધારે હતુ.

11 59 સેમિફાઈનલમાં ભારતીય પુરુષ હોકી ટીમને મળી કારમી હાર

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

શરૂઆતમાં સારી રમત બતાવ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમ અચાનક બેલ્જિયમ સામે પાછળ રહી ગઇ હતી. જે સ્કોર પહેલા 2-2 થી બરાબર હતો, જે બાદ બેક ટૂ બેક બેલ્જિયમએ વધુ 3 સ્કોર મેળવી 5-2 પર પોતાનો સ્કોર અર્જિત કરી દીધો હતો.  અને અંતે ભારત સેમિફાઈનલ મેચ હારી ગયુ છે. ટોક્યો ઓલિમ્પિકનો આજે 12 મો દિવસ છે. ત્યારે આજે તમામ ભારતીઓને આશા હતી કે ભારતીય પુરુષ હોકી ટીમ ફાઇનલની રેસમાં ઉતરીને ભારતને ગર્વનો અહેસાસ કરવાશે પરંતુ તે ન થઇ શક્યુ. જો કે ભારતીય ટીમે પોતાના તરફથી 100 ટકા આપ્યુ હતુ. હવે ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. તેઓ સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે 5-2થી હારી ગઇ છે. જો કે હજુ પણ ટીમ ઇન્ડિયા પાસે મેડલ જીતવાની તક છે. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ હોકી ટીમને બેલ્જિયમ વિરુદ્ધ મળેલી હારને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ટીમને હોંસલો આપ્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, જીત અને હાર જીવનનો એક ભાગ છે. #Tokyo2020 પર અમારી પુરુષ હોકી ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. ટીમને આગામી મેચ માટે અને તેમના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / જવેલિન થ્રો માં ભારતને મળી નિરાશા, અન્નુ રાની ફાઈનલ રેસથી બહાર

ઉલ્લેખનીય છે કે, લગભગ ચાર દાયકા પછી, ભારતે ઓલિમ્પિકની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ સાથે, સમગ્ર દેશને ભારતીય ટીમ પાસેથી આશા હતી કે તે ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. પરંતુ બેલ્જિયમ સામેની મેચમાં ભારતની ટીમ દબાણ સંભાળી શકી ન હોતી અને વારંવારની ભૂલોને કારણે બેલ્જિયમને ઘણી બધી વખત પેનલ્ટી કોર્નર મળ્યા જે ભારત માટે ભારે સાબિત થયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…