Vande Bharat Train/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે.  વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપીને અમદાવાદ-મુંબઇ ટ્રેન માટે રૂટ ખુલ્લો મૂક્યો છે.

Top Stories Gujarat
8 43 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપીને અમદાવાદ-મુંબઇ ટ્રેન માટે રૂટ ખુલ્લો મૂક્યો છે. સામાન્ય જનતા માટે રેલવે સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યા છે.

 

 

 

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.