airlines/ કોરોના ઓસરતા એરલાઇન્સ ઉદ્યોગમાં રોનક પરત ફરી, વિમાન પ્રવાસીઓમાં સતત તેજી

સમગ્ર દેશમાં કોરોનાના ઓળા ઓસરતા એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી પણ પૂર્વવત્ સ્થિતિમાં આવી રહી છે. ઓક્ટોબરમાં વિમાની પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 1.14 કરોડ રહી હતી.

Top Stories India
Airlines કોરોના ઓસરતા એરલાઇન્સ ઉદ્યોગમાં રોનક પરત ફરી, વિમાન પ્રવાસીઓમાં સતત તેજી
  • વિમાની પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક ધોરણે 59 ટકા વધી
  • વિમાની પ્રવાસીઓની સંખ્યામાં 27 ટકા વધારો, માર્ચ સુધીમાં કોરોના પૂર્વેના સ્તરે પહોંચી જશે
  • ઓક્ટોબર 2019માં 1.23 કરોડ લોકોએ વિમાન પ્રવાસ કર્યો

સમગ્ર દેશમાં કોરોનાના (Corona) ઓળા ઓસરતા એરલાઇન્સ (Airlines) ઇન્ડસ્ટ્રી પણ પૂર્વવત્ સ્થિતિમાં આવી રહી છે. ઓક્ટોબરમાં વિમાની પ્રવાસીઓની (Travelers) સંખ્યા વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 1.14 કરોડ રહી હતી. આમ સપ્ટેમ્બરના 1.03 કરોડની તુલનાએ વધારે લોકોએ ઓક્ટોબરમાં વિમાન પ્રવાસ કર્યો હોવાનું ડિરેક્ટોરેટ ઓફ સિવિલ જનરલ એવિયેશનના આંકડા જણાવે છે.

2022ના જાન્યુઆરીથી ઓક્ટોબરના સમયગાળામાં ડોમેસ્ટિક એરલાઇન્સમાં 9.88 કરોડ લોકો વિમાન પ્રવાસ ખેડી ચૂક્યા છે, જે વાર્ષિક ધોરણે 59 ટકાનો વધારો દર્શાવે છે. જો કે વિમાની પ્રવાસીઓએ હજી પણ 2019નુંસ્તર હાંસલ કર્યુ નથી. ઓક્ટોબર 2019માં 1.23 કરોડ લોકોએ વિમાન પ્રવાસ કર્યો હતો.

ઘરઆંગણે વિમાની ઊતારૂઓની સંખ્યા ઓકટોબરમાં વાર્ષિક ધોરણે 27 ટકા વધી 1.14 કરોડ રહી હતી. સપ્ટેમ્બરની સરખામણીએ પણ ઓકટોબરમાં વિમાન મારફત પ્રવાસ કરનારા ઊતારૂઓની સંખ્યા વધુ રહી હતી. સપ્ટેમ્બરમાં 1.03 કરોડ પ્રવાસીઓએ વિમાન મારફત પ્રવાસ કર્યો હતો, એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના આંકડા જણાવે છે.

2022ના જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં ઘરેલું વિમાની સેવાઓએ 9.88 કરોડ લોકોને વિમાન પ્રવાસ કરાવ્યો હતો, જે  વાર્ષિક ધોરણે 59 ટકા વધારો દર્શાવે છે. જો કે કોરાના પહેલાના ઓકટોબર, 2019ની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં ઘરઆંગણે વિમાની પ્રવાસીઓની સંખ્યા નીચી રહી હતી. 2019ના ઓકટોબરમાં 1.23 કરોડ પ્રવાસીઓએ વિમાન મારફત મુસાફરી કરી હતી, એમ પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન વર્ષના તહેવારોની મોસમ દરમિયાન વેકેશન ગાળવા માટે પ્રવાસીઓનો જોરદાર ધસારો જોવા મળ્યો હતો ખાસ કરીને ગોવા, મનાલી, સિમલા જેવા સ્થળો પ્રવાસીઓથી ઊભરાયેલા જોવા મળ્યા હતા. કોરોનાના પ્રતિબંધો દૂર થવા સાથે વિમાન મારફત પ્રવાસ માટેની માગમાં વધારો થઈ રહ્યો છે. જો કે માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ દરમિયાન વિમાન પ્રવાસીઓની સંખ્યા પૂર્વવત્ થઈ જશે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચો

Election Comission/ ચૂંટણીપંચમાં ‘પંચ’ નથી, દેશને શેષાન જેવા ચૂંટણી કમિશ્નરની જરૂરઃ સુપ્રીમ કોર્ટ

Gangrape/ અવળી ગંગાઃ ચાર યુવતીઓએ યુવાનને ઉઠાવી જઈ બળાત્કાર કર્યો