Not Set/ દેવરિયા શેલ્ટર હોમ કેસ મામલે થયો વધુ એક ખુલાસો, છોકરીઓને મોકલાતી હતી વિદેશ

દેવરિયા, બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં ૩૪ છોકરીઓ સાથે થયેલા રેપ કેસની જેમ જ યુપીના દેવરિયામાં સામે આવેલા કથિત શેલ્ટર હોમ મામલે પણ ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સોમવારે મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ચીફ સેક્રેટરી રેણુકા કુમાર અને ADG અંજુ ગુપ્તા જયારે ત્યાં પહોચ્યા ત્યારે છોકરીઓએ તેઓ સામે ચોકાવનારા ખુલાસા કર્યા છે. આ દરમિયાન સ્થાનિક વિસ્તારની એક […]

Top Stories India Trending
9bxKGp1J 1 દેવરિયા શેલ્ટર હોમ કેસ મામલે થયો વધુ એક ખુલાસો, છોકરીઓને મોકલાતી હતી વિદેશ

દેવરિયા,

બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં ૩૪ છોકરીઓ સાથે થયેલા રેપ કેસની જેમ જ યુપીના દેવરિયામાં સામે આવેલા કથિત શેલ્ટર હોમ મામલે પણ ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે.

સોમવારે મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ચીફ સેક્રેટરી રેણુકા કુમાર અને ADG અંજુ ગુપ્તા જયારે ત્યાં પહોચ્યા ત્યારે છોકરીઓએ તેઓ સામે ચોકાવનારા ખુલાસા કર્યા છે. આ દરમિયાન સ્થાનિક વિસ્તારની એક યુવતીએ જણાવ્યું કે, આ શેલ્ટર હોમમાંથી છોકરીઓને વિદેશમાં મોકલવામાં આવતી હતી.

વિદેશમાં મોકલાતી હતી છોકરીઓ

આ યુવતીએ વધુમાં જણાવ્યું, “ગત નવેમ્બર મહિનામાં સ્પેનથી ચાર વિદેશી જેમાં બે મહિલા અને બે પુરુષ શામેલ હતા. તેઓ શેલ્ટર હોમમાં આવ્યા હતા. ત્યારબાદ આ વિદેશીઓ અહિયાથી એક સગીરવયનો છોકરો અને ત્રણ છોકરીઓને પોતાના સાથે લઇ ગયા હતા. આ તમામ છોકરીઓનું અત્યારસુધીમાં કોઈ અતોપતો મળ્યો નથી”.

તપાસ માટે આવેલી ટીમને યુવતીએ કહ્યું, “અહિયાંથી રોજ રાત્રે ચાર-પાંચ છોકરીઓ બહાર મોકલવામાં આવતી હતી. બે મહિના પહેલા એક છોકરીને રાત્રે મોકલવામાં આવી હતી, જેનો અત્યારસુધીમાં લાપતા છે”.

ગાડીઓમાં શેલ્ટર હોમ આવતા હતા લોકો 

સોમવારે છોકરીઓએ પોલીસને જણાવ્યું હતું કે, “કેવી રીતે ગાડીઓથી લોકો શેલ્ટર હોમ આવતા હતા અને ત્યાંથી છોકરીઓને લઇ જતા હતા. રાત્રે એક મોટી ગાડીમાં મેડમ આવતા હતા અને અમને લઇ જતા હતા. સવારે જયારે છોકરીઓ શેલ્ટર હોમ પાછી ફરતી હતી ત્યારે ગુમસુમ જણાતી હતી અને રડતી પણ હતી. જયારે તેઓ કહેતી હતી કે અમારી પાસે કામ પણ કરાવવામાં આવતું હતું”.

મહત્વનું છે કે, સોમવારે સવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સુપ્રિટેન્ડેન્ટ પોલીસના આગેવાનીમાં પોલીસદળની ટીમ સાથે દેવરિયાના રેલ્વે સ્ટેશન રોડ પર સ્થિત વિંધ્યવાસિની નામના શેલ્ટર હોમમાં છાપેમારી કરી હતી. આ દરમિયાન ત્યાંથી ૨૪ છોકરીઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી.