Not Set/ વડોદરા: બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપાઇ, બે આરોપી સહિત મુદ્દામાલ કર્યો કબ્જે

વડોદરા ગુજરાત સરકારે દારુના દુષણને નેસ્તનાબુદ કરવા તેમજ દારુબંધીના કડક અમલ માટે નવા કાયદા બનાવ્યા છે પણ, બુટલેગર અને ખેપીયાઓ દારુબંધીના કાયદાઓની ઐસીતૈસી કરી રહ્યા છેે. ત્યારે વડોદરામાં બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપાઇ છે. આ બનાવટી દારૂ બનાવવાનો નવો કીમિયો નિહાળી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. દારૂની પ્લાસ્ટિક બ્રાન્ડમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવતા હતા અને […]

Top Stories Gujarat Vadodara Trending
aa વડોદરા: બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપાઇ, બે આરોપી સહિત મુદ્દામાલ કર્યો કબ્જે

વડોદરા

ગુજરાત સરકારે દારુના દુષણને નેસ્તનાબુદ કરવા તેમજ દારુબંધીના કડક અમલ માટે નવા કાયદા બનાવ્યા છે પણ, બુટલેગર અને ખેપીયાઓ દારુબંધીના કાયદાઓની ઐસીતૈસી કરી રહ્યા છેે. ત્યારે વડોદરામાં બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપાઇ છે. આ બનાવટી દારૂ બનાવવાનો નવો કીમિયો નિહાળી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.

દારૂની પ્લાસ્ટિક બ્રાન્ડમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવતા હતા અને ખાસ લવિંગનો પણ ઉપયોગ કરતા હતા. પાણીગેટ પોલીસે કપુરાઈ સ્થિત ઘરમાં રેડ કરી હતી. ત્યારે બે આરોપી સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરી છે.

aa 1 વડોદરા: બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપાઇ, બે આરોપી સહિત મુદ્દામાલ કર્યો કબ્જે

થોડા મહિના પહેલા વડોદરાના માંજલપુર વિસ્તારની કલ્યાણભાગ સોસા.માં પોલીસે દરોડો પાડીને બ્રાન્ડેડ કંપનીનો વિદેશી દારૂ બનાવીને વેચવામાં આવતો હતો. દારૂ બનાવતા રાહુલ પેટેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે કાર સાથે 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અહીં ડુપ્લિકેટ કિંગ વ્હિસ્કી અને રોયલ સ્ટ્રેગ ક્લાસિક વ્હિસ્કી બનાવવામાં આવતી હતી. પોલીસે ડુપ્લિકેટ દારુની ફેક્ટરીમાંથી વિદેશી દારૂ ભરેલી તેમજ ખાલી બોટલો, સ્પિરીટ, દેશી દારુ, માલની ડીલીવરી માટે ઉપયોગમાં લેવાતી એક કાર સહિત રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમદાવાદ માંથી નકલી વિદેશી દારુ.

થોડા દિવસ પહેલા અમદાવાદના વાડજ વિસ્તારમાંથી નકલી વિદેશી દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વાડજ વિસ્તારના આનંદનગરમાં બે શખ્સોએ શહેરમાં વિદેશી દારુની મોટી માંગને કારણે નકલી વિદેશી દારુ બનાવવાનું ખતરનાક કાવતરું ઘડ્યું હતું. બંને શખ્સોએ આનંદનગર પોસેના એક છાપરામાં નકલી વિદેશી દારુ બનાવતા હતા.

અસલી વિદેશી દારુની બોટલમાંથી દારુ કાઢીને તેમાં પાણી એને કેમીકલ્સ ભેળવતા હતા ત્યારબાદ તેઓ નકલી વિદેશી દારુને જુદી-જુદી વિદેશી દારુની બ્રાંડની બાટલીમાં પેક કરીને બનાવટી દારૂ તરીકે વેચતા હતા.