Not Set/ મુકેશ અંબાણીને પાછળ રાખી અઝીમ પ્રેમજી દેશના સૌથી જંગી આવક મેળવનારા પ્રમોટર

મુંબઈ: દેશની ખ્યાતનામ કંપની વિપ્રોના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ વધુ એક સિદ્ધિનું સોપાન સર કર્યું છે. જેમાં તેઓ દેશના સૌથી કેશરિચ એટલે કે સૌથી સમૃદ્ધ પ્રમોટર તરીકે જાહેર થયા છે. જયારે વેદાંત ગ્રૂપના અનિલ અગ્રવાલ બીજા નંબરે રહ્યા છે. વિપ્રોના અઝીમ પ્રેમજી, એચસીએલ ટેકનોલોજીસના શિવ નાદર અને ઈન્ફોસિસના ફાઉન્ડરો પણ આ દેશમાં સૌથી […]

Top Stories Trending Business
Azim Premji is the country's largest earner promoter

મુંબઈ: દેશની ખ્યાતનામ કંપની વિપ્રોના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ વધુ એક સિદ્ધિનું સોપાન સર કર્યું છે. જેમાં તેઓ દેશના સૌથી કેશરિચ એટલે કે સૌથી સમૃદ્ધ પ્રમોટર તરીકે જાહેર થયા છે. જયારે વેદાંત ગ્રૂપના અનિલ અગ્રવાલ બીજા નંબરે રહ્યા છે.

Azim Premji is the country's largest earner promoter
Azim Premji Wipro

વિપ્રોના અઝીમ પ્રેમજી, એચસીએલ ટેકનોલોજીસના શિવ નાદર અને ઈન્ફોસિસના ફાઉન્ડરો પણ આ દેશમાં સૌથી વધુ કેશરિચ પ્રમોટર તરીકે જાહેર થયા છે. ત્રણ ટેક્નોલોજી કંપનીના પ્રમોટરો દ્વારા કુલ રૂા.20,000 કરોડની ઈન્કમ ઈક્વિટી, ડિવિડન્ડ અને શેર બાયબેક દ્વારા કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે અને તેમની પાસે જંગી રોકડ છે.

Azim Premji is the country's largest earner promoter
Mukesh Ambani, Reliance Industries: mantavyanews.com

તેમની કુલ કેશ અર્નિંગ(રોકડ આવક)માં શેર બાયબેકનો હિસ્સો 56.5 ટકા રહ્યો છે. જ્યારે વ્યક્તિ પ્રમોટરોમાં અઝીમ પ્રેમજી સૌથી ટોપ પર રહ્યા છે અને તેમની કેશ આવક રૂા.10,115 કરોડ છે રહી છે અને આ તેમણે ઈક્વિટી, ડિવિડન્ડ અને શેર બાયબેક મારફત મેળવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં અઝીમ પ્રેમજીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.

Azim Premji is the country's largest earner promoter
Anil Agarwal, Vedanta: mantavyanews.com

સર્વાધિક રોકડ કમાણી કરવાવાળા પ્રમોટરોની યાદીમાં વેદાંતના અનિલ અગ્રવાલ 9,159 કરોડ રૂપિયાની આવક સાથે બીજા ક્રમે, એચસીએલ ટેકનોલોજીસના શિવ નાદર 6,492 કરોડ રૂપિયાની આવક સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. જયારે દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી 4,503 કરોડ રૂપિયાની રોકડ આવક સાથે ચોથા સ્થાને રહ્યા છે.

આમ તો પાછલા કેટલાક માસમાં શેરબજારમાં ઘણાનું ધોવાણ થયું છે પરંતુ ટેક્નોલોજી કંપનીઓના આ પ્રમોટરો ભાગ્યવાન રહ્યા છે અને એમણે જોરદાર અર્નિંગ કર્યું છે. ગયા વર્ષે પણ મોટાભાગે ટેક્નોલોજી કંપનીઓ કેશરિચ પ્રમોટરના લિસ્ટમાં રહી હતી અને આ વખતે પણ એવું જ થયું છે અને અઝીમ પ્રેમજી દેશના સૌથી કેશરિચ પ્રમોટર જાહેર થયા છે.

Azim Premji is the country's largest earner promoter
Shiv Nadar HCL: mantavyanews.com

ટેકનોલોજી કંપનીઓના પ્રવર્તકો (પ્રમોટરો)નું ઉલટું અનિલ અગ્રવાલ અને મુકેશ અંબાણીને ફક્ત પોતાની સમૂહ કંપનીઓ દ્વારા મળેલી ઇક્વિટીના લાભથી જ કમાણી થઈ છે.

જયારે સર્વાધિક રોકડ આવક મેળવનાર પ્રમોટર દેશના સૌથી અમીર લોકોથી અલગ છે. ઉદાહરણ તરીકે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ભાગીદારીના આધારે દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 3.28 લાખ કરોડ રૂપિયા છે.

Azim Premji is the country's largest earner promoter
Radhakishan Damani D’Mart: mantavyanews.com

આ યાદીમાં અઝીમ પ્રેમજી 1.1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે છે, જયારે અદાણી પરિવાર 81,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. જયારે એવેન્યુ સુપરમાર્ટસ (D Mart)ના રાધાકિશન દામાણી 80,787 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા સ્થાન પર છે.