Not Set/ મેલીવિદ્યાની શંકાથી, છ વૃધ્ધોનાં પહેલા દાંત તોડ્યા, પછી માનવ મળ ખાવા મજબૂર કર્યા

ઓડિશાના ગંજામ જિલ્લાના કેટલાક લોકોએ જાદુટોણા અને મેલીવિધા આચરવાની શંકાના આધારે 6 વૃદ્ધ વ્યક્તિના દાંત તોડી નાખ્યા હતા અને તેમને માનવ મળ ખાવા મજબૂર કર્યા હતા. પોલીસે બુધવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ગોપુરપુર ગામના કેટલાક લોકોને શંકા હતી કે છ વૃદ્ધ વ્યક્તિ જાદુટોણાં અને મેલીવિધાનું કૃત્ય કરે છે, જેના કારણે તેમના વિસ્તારમાં ઓછામાં […]

Top Stories India
પોલિસ મેલીવિદ્યાની શંકાથી, છ વૃધ્ધોનાં પહેલા દાંત તોડ્યા, પછી માનવ મળ ખાવા મજબૂર કર્યા

ઓડિશાના ગંજામ જિલ્લાના કેટલાક લોકોએ જાદુટોણા અને મેલીવિધા આચરવાની શંકાના આધારે 6 વૃદ્ધ વ્યક્તિના દાંત તોડી નાખ્યા હતા અને તેમને માનવ મળ ખાવા મજબૂર કર્યા હતા. પોલીસે બુધવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ગોપુરપુર ગામના કેટલાક લોકોને શંકા હતી કે છ વૃદ્ધ વ્યક્તિ જાદુટોણાં અને મેલીવિધાનું કૃત્ય કરે છે, જેના કારણે તેમના વિસ્તારમાં ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ મરી ગઈ હતી અને અન્ય સાત લોકો બીમાર પડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, મંગળવારે તેઓએ આ છ લોકોને ઘરની બહાર કાઢીને માર્યા હતા અને પહેલા તેમને માનવ મળ ખાવાની ફરજ પડી હતી.  બાદમાં દાંત તોડી નાખ્યા હતા. આ છ વ્યક્તિઓએ મદદની વિનંતી કરી પણ ગામમાં કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. જો કે, આ સમાચાર મળતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક બ્રજેશ રાય પોલીસ ટીમ સાથે ગામ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને બચાવ્યા હતા.

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં 29 લોકોની ધરપકડ કરી છે, જેમાં 22 મહિલાઓ છે. ઘાયલ થયેલા તમામ વૃદ્ધ લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે અને પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેની હાલત સ્થિર છે. રાયે જણાવ્યું હતું કે આ ઘટનામાં કથિત રીતે સામેલ અન્ય વ્યક્તિઓના નામ પણ તેમની સાથે છે, જેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ધરપકડના ડરથી ગામના લગભગ તમામ માણસો ભાગી ગયા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.