Not Set/ ઇશા અંબાણી-આનંદ પિરામલના લગ્ન આજે, લગ્નનો ખર્ચ જાણીને ચોંકી જશો!

મુંબઇ, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ચાહકોમાં આ લગ્ન વિશે ઘણો ઉત્સાહ છે અને દરેક આ લગ્ન વિશે જાણવા માંગે છે. જણાવી દઈએ કે લગ્ન મુંબઈમાં થવાના છે અને તેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. ચાહકો લગ્નના થયેલ ખર્ચ વિશે પણ જાણવા માંગે […]

Trending Entertainment
gb 2 ઇશા અંબાણી-આનંદ પિરામલના લગ્ન આજે, લગ્નનો ખર્ચ જાણીને ચોંકી જશો!

મુંબઇ,

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ચાહકોમાં આ લગ્ન વિશે ઘણો ઉત્સાહ છે અને દરેક આ લગ્ન વિશે જાણવા માંગે છે. જણાવી દઈએ કે લગ્ન મુંબઈમાં થવાના છે અને તેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. ચાહકો લગ્નના થયેલ ખર્ચ વિશે પણ જાણવા માંગે છે અને ખર્ચ વિશે કેટલીક વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

મીડિયા અહેવાલો અનુસાર, રિલાયન્સના કેટલાક અંદરના સ્ત્રો લગ્ન પર 100 કરોડ ડોલરથી વધુ ખર્ચ જણાવી રહ્યા છે, પરંતુ કેટલાક અહેવાલોએ કહ્યું છે કે દેશના સૌથી મોંધા લગ્ન પર 100 કરોડ ડોલર (રૂ. 723 કરોડ) સુધી ખર્ચવામાં આવી રહ્યા છે. હવે જો લગ્નમાં આટલા રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે તો આ સૌથી મોંધા લગ્ન હશે.

સુરક્ષા માટે કરવામાં આવ્યો છે બંદોબસ્ત…

લગ્ન અંબાણીના આવાસ ‘એન્ટીલિયા’માં થશે. આ દરમિયાન પુરા એરિયામાં સુરક્ષાનો પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર યાતાયાત પોલીસે કહ્યું કે મહેમાનો આવા-જવા માટે સવારે ટ્રાફિક જામ થઇ શકે છે.

લગ્નમાં હશે ઓછા મહેમાનો…

સંગીત સેરેમનીમાં જે રીતે આટલા સેલિબ્રિટીઝ આવ્યા હતા. અએ જોતા આજે લગ્નમાં ઓછા મહેમાન હશે. એવા ન્યુઝ મળી રહ્યા છે કે 600 જેટલા મહેમાન આ લગ્નમાં સામિલ થશે. જેમાં વધારેમાં વધારે બંનેના પરિવારજનો અને મિત્રો હશે.

બે રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇશા-આનંદ 2 રિસેપ્શન પાર્ટી આપશે. એક રિસેપ્શન 14 ડીસેમ્બરના રોજ જીયો ગાર્ડનમાં હશે. આ પાર્ટીમાં પરિવારના સભ્યો અને મિત્રો આવશે. તો 15 ડીસેમ્બરના રોજ બંને તેમના કર્મચારીઓ અને ઓફિસના લોકો માટે રાખશે. મળતી માહિતીનું માનવામાં આવે તો રિસેપ્શન પણ થશે.