ગાંધીનગર,
ગાંધીનગરમાં સેકટર 24 ખાતે સ્વર્ગીય અટલજીના સ્મરણાર્થે ભાજપ યુવા મોરચા દ્વારા નિ:શુલ્ક રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલના નેતુત્વ હેઠળ આ સમગ્ર આયોજન થયું હતું અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ બાબતે જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને કેવીરીતે મદદ કરી શકાય,
ઉપરાંત યુવાનોમાં પણ સંવેદના પ્રગટે અને મદદ કરવાની ભાવના જાગે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્વારા તેમણે યુવા મોરચાના કાર્યકારોને શુભેચ્છા પાઠવી હતી.